હૉટ બિજલી જ છે મટરૂ... ની યૂએસપી
મુંબઈ, 31 ડિસેમ્બર : આજકાલ ચારે બાજુ માત્ર વિશાલ ભારદ્વાજની આવનાર ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા ચર્ચામાં છે. લોકોને આ ફિલ્મ અંગે ઘણી આશાઓ છે, પરંતુ આ મોસ્ટઅવેટેડ ફિલ્મની પ્રતીક્ષાનું કારમ ફિલ્મની હીરોઇન બિજલી એટલે કે અનુષ્કા શર્મા છે.

કેટલાંક લોકો સાથે વનઇન્ડિયાએ વાતચીત કરી, તો તેમણે આશ્ચર્યમાં નાંખી દીધાં. કેટલાંક લોકોએ તો અહીં સુધી કહ્યું કે વિશાલની ફિલ્મની યુએસપી કોઈ બીજું નહીં, પણ અનુષ્કા શર્મા છે કે જેના ખભે ફિલ્મોનો આખો દારોમદાર છે. બૅંગલુરૂની આઈટી કમ્પનીમાં કામ કરતાં મોહિત ખન્નાએ જણાવ્યું કે ફિલ્મ મટરૂ... માં અનુષ્કા સિવાય કોઈ પણ એવો કલાકાર નથી કે જેના માટે લોકો થિયેટરે લાઇન લગાવે. ઇમરાન સુપર ફ્લૉપ હીરો છે, તો પંકજ કપૂર અને શબાના આઝમી બહેતરીન કલાકારો તો છે, પરંતુ બૉક્સ ઑફિસે દર્શકો એકઠા ન કરી શકે. એવો જ હાલ આર્ય બબ્બરનો પણ છે, પરંતુ અનુષ્કાના કારણે જ ફિલ્મ હિટ થશે, કારણ કે અનુષ્કાની ટીઆરપી ખૂબ જ હાઈ છે. કમ સે કમ હું તો અનુષ્કા માટે જ ફિલ્મ જોવા જઇશ અને જ્યાં સુધી હું લોકોને સમજુ છું, તો તેઓ પણ અનુષ્કાના કારણે જ ફિલ્મ જોશે.
જોકે એક બાજુ લોકો અનુષ્કાને ફિલ્મની યુએસપી બતાવી રહ્યાં છે, તો બીજી બાજુ અનુષ્કાએ જણાવ્યું કે તેમના માટે બિજલી બનવું સરળ નહોતું. બિજલીનું પાત્ર અત્યાર સુધીના તેમના તમામ રોલ કરતાં ખૂબ જ જુદું અને અઘરૂ હતું. આ રોલ માટે તેમને પોતાની ભાષા ઉપર ખૂબ ધ્યાન આપવું પડ્યું. જોકે આ રોલ તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે. અનુષ્કાએ જણાવ્યું કે બિજલી માટે તેમણે પોતાનું સો ટકા આપ્યું છે. હવે જોઇએ કે દર્શકો તેમની મહેનતને કેટલું સમજે છે. ફિલ્મ 11મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન ચાલુ છે.












Click it and Unblock the Notifications
