અક્ષયની હિરોઈન, ખુબસુરત અને ગ્લેમરસ એટલી કે તમે જોતા જ રહી જશો..
બર્ફી ફિલ્મથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી પહેલી ફિલ્મથી જ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામ કરવામાં સફળ રહી હતી. રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાના શાનદાર અભિનય વચ્ચે પણ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ એવી ઇલિયાના ડીક્રુઝના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

ઇલિયાના ડીક્રુઝને લોકોએ બર્ફી ફિલ્મ માટે ઘણો પ્રેમ આપ્યો બાદમાં તેમનું કરિયર થોડું ભટકી ગયું. પરંતુ હવે લાગી રહ્યું છે કે ઇલિયાના ડીક્રુઝનું કરિયર ફરીથી ટ્રેક પર આવી રહ્યું છે.

આપ પણ હવે જાણી ચુક્યા છે કે ઇલિયાના ડીક્રુઝ અક્ષય કુમાર સાથે ફિલ્મ રુસ્તમમાં જોવા મળશે. ફિલ્મ રુસ્તમ માટે ઇલિયાના ડીક્રુઝ ખૂબ જ એક્સાઇટેડ પણ છે. અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવાનો મતલબ છે કે ફિલ્મ હીટ અને કરિયરને એક નવો વળાંક મળવો.

ઇલિયાના ડીક્રુઝ જેટલી ખુબસુરત છે એટલી જ સેક્સી અને ગ્લેમરસ પણ છે. ઇલિયાના ડીક્રુઝ હાલમાં તેના બોયફ્રેન્ડ એન્ડ્રુ કનીબોને સાથે ફિજીમાં વેકેશન માણી રહી છે. ઇલિયાના ડીક્રુઝ એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

ઇલિયાના ડીક્રુઝ એ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને ને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે. આ ફોટોમાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા સાથે સાથે તેની સ્ટાઇલ અને તેની ફેશન પણ સાફ સાફ દેખાઈ આવે છે.












Click it and Unblock the Notifications
