મારા સીન્સ રોમાંટિક છે, અશ્લીલ નથી : નીલ નિતિન મુકેશ
મુંબઈ, 17 જાન્યુઆરી : અભિનેતા નીલ નિતિન મુકેશે જ્યારથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી જ તેઓ પોતાની જાતને સેક્સી બતાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે, પરંતુ અફસોસ કે લાખ પ્રયત્નો છતાં તેમને હજુ સુધી અપેક્ષિત સફળતા મળી નથી. પોતાના વારસાગત ગુણ ગાયિકી છોડી અભિનયમાં હાથ અજમાવનાર નીલ નિતિન મુકેશ આજકાલ પોતાની આવનાર ફિલ્મ ડેવિડ અંગે ખૂબ ચર્ચામાં છે.

કારણ ફિલ્મની વાર્તા નહીં, પણ ફિલ્મના અભિનેત્રી મોનિકા ડોગરા સાથે તેમના હૉટ સીન્સ છે. તે અંગે નીલે જણાવ્યું કે તેમના સેક્સ સીન્સ અશ્લીલ નહીં, પણ રોમાંટિક છે. તે ફિલ્મની વાર્તાની માંગ છે અને સૌંદર્ય પણ. ફિલ્મમાં પરાણે ઠોકી બેસાડેલા સીન્સ નથી. નીલે જણાવ્યું કે તેમને આશા છે કે લોકો મારી આ ફિલ્મ અને ફિલ્મના આ દૃશ્યોને જરૂર એન્જૉય કરશે.
આપને જણાવી દઇએ કે ફિલ્મ ડેવિડના દિગ્દર્શક વિજય નામ્બિયાર છે. ડેવિડ એક એક્શન મૂવી છે. ફિલ્મમાં નીલ, મોનિકા, વિજય વીરમાણી તથા દક્ષિણ ભારતીય સિનેમાનું મોટું નામ વિક્રમ વીરમાણી લીડ રોલમાં છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેના કેટલાંક ભાગો બ્લૅક એન્ડ વ્હાઇટ છે. આ અગાઉ પણ નીલ પોતાની ફિલ્મ જેલ માટે ન્યુડ થઈ ચુક્યાં છે, પરંતુ અફસોસ કે નીલની ફિલ્મો તો ખૂબ વખણાય છે, પરંતુ સક્સેસ માટે રડે છે. જોઇએ કે ડેવિડનો બૉક્સ ઑફિસે શો હશ્ર થાય છે?
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
