
અચાનક કેવી રીતે ગાયબ થયુ પ્રિયંકા ચોપડાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ? જાણો કારણ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને ફેન્સ પણ તેની તસવીરો ખૂબ પસંદ કરે છે. પરંતુ, આ દરમિયાન તેનું એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ ગયું છે. જે બાદ ફેન્સ અચાનક નારાજ થઈ ગયા અને તેમના ફેન પેજ પર પોસ્ટ કરીને આના પર સવાલો ઉભા કર્યા હતા.
આ કારણે પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ
તમને જણાવી દઈએ કે જ્યારે ફેન્સે પ્રિયંકા ચોપરાનું એકાઉન્ટ સર્ચ કર્યું ત્યારે તે ઈન્સ્ટાગ્રામ પર સર્ચમાં આવી રહી ન હતી. જે બાદ યુઝર્સે તેમની સોશિયલ મીડિયા ટીમ પીસીને આ અંગે જાણ કરી અને તેમની ફેવરિટ એક્ટ્રેસનું એકાઉન્ટ, પોસ્ટ અને વીડિયો જલદી રિકવર કરવા વિનંતી કરી. જે બાદ તેમની ટીમે જાણકારી આપી કે ખાતું થોડા સમય માટે ડાઉન હતું. એકાઉન્ટ બેકઅપ મોડમાં મૂકવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં રિકવર કરવામાં આવશે.
પ્રિયંકાના ઇંસ્ટા ફોલોઅર્સ
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા આજે તેના શાનદાર અભિનયને કારણે છે, જેના કારણે તેના Instagram પર લગભગ 80 મિલિયન ફોલોઅર્સ છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે અવારનવાર પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લગતા અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.