Shweta Tiwari: ટોક્સિક રિલેશનમાંથી કેવી રીતે બહાર નીકળી શ્વેતા તિવારી? જાણો આપવીતી
Shweta Tiwari: ટીવી એક્ટ્રેસની વાત નીકળે અને એમાં શ્વેતા તીવારીનો ઉલ્લેખ ન થાય તેવું ભાગ્યે જ બને. 4 ઓક્ટોબર 1980ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાગઢમાં જન્મેલી શ્વેતા તીવારીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે.
શ્વેતા તીવારી કસૌટી જિંદગી કી ધારાવાહિકથી ઘર ઘરમાં લોકપ્રિય બની હતી. તેના દ્વારા ભજવવામાં આવેલું પ્રેરણા શર્માના પાત્રે તેને ખુબ જ નામના આપી હતી. આ પછી શ્વેતાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
આ સિવાય શ્વેતાએ ઘણા શોમાં પણ કામ કર્યું હતું. જેમાં ક્યા હાદસા ક્યા હકીકત, દોસ્ત, નચ બલિયે, નાગિન અને બાલવીરનો સમાવેશ થાય છે.
પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. તેની ફિટનેસ પણ ચર્ચાનો વિષય છે.
આજે શ્વેતાના જન્મદિવસ છે. આ પ્રસંગે આપણે તેના જીવન અને કરિયર વિશે કેટલીક જાણીઅજાણી વાતો વિશે જાણીશું.
વર્ષ 2000માં શ્વેતા તિવારીએ આને વાલા પલ શોથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ સાથે તેણે કહીં કિસી રોજ અને કરમ જેવા શો પણ સાઈન કર્યા છે.

ટીવી સિવાય શ્વેતાએ વર્ષ 2004માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મનું નામ મદહોશી હતું. આ ફિલ્મમાં તે જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ સાથે જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ વર્ષ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. રાજા તેના સંઘર્ષના દિવસોથી શ્વેતાનો જીવનસાથી હતો. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. તેનું નામ પલક તિવારી છે.
જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, અને વર્ષ 2007માં તેઓ અલગ થઈ ગયા હતા. શ્વેતાએ રાજા પર હુમલો અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
પલક પણ હાલના દિવસોમાં ફિલ્મોમાં સક્રિય છે. તેણે સલમાન ખાન સાથે કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કર્યું છે.
આ પછી શ્વેતાના જીવનમાં અભિનવ કોહલી આવ્યો હતો. બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા અને વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર રેયાંશ કોહલી છે.
જોકે, આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. બંને વચ્ચે અણબનાવ થયો અને તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. શ્વેતાના કહેવા પ્રમાણે, અભિનવ પણ તેને મારતો હતો. શ્વેતા તિવારીએ ફરિયાદ નોંધાવી અને બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
શ્વેતા તિવારીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનના તમામ સંબંધો વિશે વાત કરી હતી. તેણે એ પણ કહ્યું કે, તે હવે આ વસ્તુઓનો સામનો કરવાનું શીખી ગઈ છે. જ્યારે કોઈ તમને પહેલીવાર છેતરે છે, ત્યારે તમને લાગી આવે છે. તમે ભાંગી પડો છો.
શ્વેતા તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી સ્થિતિમાં તમે ભગવાનને પૂછો કે, મારી સાથે આવું કેમ થયું? તમે લાંબા સમય સુધી રડશો અને ખરાબ અનુભવો છો. આ દરમિયાન તમે પણ બધું ઠીક કરવાનો પ્રયાસ કરો છો.
શ્વેતા તિવારીએ જણાવ્યું કે, હું સમય જતાં શીખી ગઈ છું કે, મારે તેને મારા પર આધિપત્ય થવા દેવાની જરૂર નથી. હવે જ્યારે પણ કોઈ મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, હું તરત જ તેનાથી દૂર થઈ જઉં છું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા શ્વેતાનું નામ ટીવી શો ઇમલી ફેમ ફહમાન સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ફહમને જણાવ્યું હતું કે, તે શ્વેતાને ગુરુજી માને છે. શ્વેતા હાલમાં કોમેડિયન ઝાકિર ખાનના શો આપકા અપના ઝાકીરમાં જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
