બોલિવૂડની ઉભરતી હસીનાઓ કેટલુ ભણેલી છે? જાણો જ્હાન્વીથી લઈને સુહાના ખાનની ડિગ્રી
આ દિવસોમાં બોલિવૂડમાં સુહાના ખાનથી લઈને જ્હાન્વી કપૂર સુધીની નવી ઉભરતી અભિનેત્રીઓની બોલબાલા છે. આ હસીનાઓ તેની ખૂબસૂરતી અને બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. જો કે તમે એ નહીં જાણતા હોય કે તમારી ગમતી હસીનાઓ કેટલી ભણેલી છે? આ આજે અમે તમને જણાવીશું.

જ્હાન્વી કપૂર
બોની કપૂરની લાડલી અને ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની ફિલ્મો અને બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે જ્હાન્વી કપૂરે તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે અને કેલિફોર્નિયાના લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે.
સુહાના ખાન
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઈમાં જ મોટી થઈ છે અને તેણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. આ પછી સુહાના ખાન ડિગ્રી માટે લંડનની આર્ડીંગલી કોલેજ ગઈ અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશન પછી સુહાના એક્ટિંગ અને ડ્રામાનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ અને તેણે ઘણા થિયેટર શો પણ કર્યા.
પલક તિવારી
શ્વેતા તિવારીની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી તેની બોલ્ડ અદાઓ અને પર્શનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. પલકના એજ્યુકેશનની વાત કરીએ તો પલક તિવારીએ મુંબઈની મીઠીબાઈ કોલેજ ઓફ આર્ટસમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય પલક સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે.
સારા અલી ખાન
સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન યુવા અભિનેત્રીઓમાં સૌથી આગળ છે. સારા અલી ખાન મુંબઈમાં ઉછરી છે અને તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં જ લીધુ. આ પછી સારા અલી ખાનની માતાએ તેને પોતાનું શિક્ષણ ચાલુ રાખવા માટે કોલંબિયા યુનિવર્સિટી મોકલી અને સારાએ ત્યાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો.
અનન્યા પાંડે
પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતી અનન્યા પાંડેના શિક્ષણ વિશે વાત કરીએ તો અનન્યાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.












Click it and Unblock the Notifications
