વેડિંગ ડાન્સ પર્ફોમન્સ દ્વારા પણ આ સ્ટાર્સ કરે છે અધધ કમાણી

Written By:
Subscribe to Oneindia News

બિગ ફેટ વેડિંગ ફંક્શન્સ અને પાર્ટીમાં બોલિવૂડ સેલિબ્રિટીને બોલાવવાનો ટ્રેન્ડ કંઇ નવો નથી. ફંક્શનમાં ડાન્સ પર્ફોમન્સથી માંડીને, ફોટો પડાવવા, મહેમાનોને એન્ટરટેઇન કરવા અને ફંક્શનમાં માત્ર હાજરી પૂરાવવી, આ તમામના ચાર્જ અલગ અલગ હોય છે. શાહરૂખ ખાનથી માંડીને સની લિયોન સુધી દરેક બોલિવૂડ સેલિબ્રિટીને પ્રાઇવેટ ફંક્શનમાં બોલાવવાનો ચાર્જ અલગ છે. જો ફંક્શન મુંબઇની બહાર હોય તો આવવા-જવાની ટિકિટ અને ફાઇવ-સ્ટાર હોટલમાં રહેવાનો ખર્ચ પણ આપવાનો રહે છે. વળી, સ્ટાર્સ ક્યારેય એકલા ટ્રાવેલ કરતા નથી, તેમની સાથે હેર-સ્ટાયલિસ્ટ, મેકઅપ મેન, સેક્રેટરી, ઓછામાં ઓછા 2 બોડીગાર્ડ અને કોઇક વાર ફેમિલી મેમ્બર પણ આવતા હોય છે. આવો જાણીએ હાલ આ સેલિબ્રિટીઝ પ્રાઇવેટ ફંક્શનમાં એક ડાન્સ પર્ફોમન્સના કેટલા રૂપિયા ચાર્જ કરે છે...

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન ઘણા વર્ષોથી આ ચાર્ટમાં ટોપ પર છે. તે ડાન્સ પર્ફોમન્સના 3 કરોડ ચાર્જ કરે છે. શાહરૂખને ઘણીવાર આ બાબતે ટોંટ પણ મારવામાં આવે છે કે, તે વેડિંગ સિઝનમાં ફંક્શનમાં ડાન્સ કરીને ઘણી કમાણી કરે છે. શઆહરૂખ ખાનના એન્ટરટેઇન્મેન્ટ પેકેજમાં ડાન્સ, વિટી વનલાઇનર્સ, ફોટોઝ અને મહેમાનો સાથે ઇન્ટરએક્શનનો સમાવેશ થાય છે. ગત વર્ષે શાહરૂખને વેડિંગ ફંક્શનના આવા 250 આમંત્રણ મળ્યા હતા, જેમાંથી તેણે માત્ર 10 આમંત્રણ સ્વીકાર્યા હતા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

બીજા નંબર પર આવે છે અક્ષય કુમાર. તે ડાન્સ પર્ફોમન્સના 2.5 કરોડ ચાર્જ કરે છે. અક્ષય કુમારની ખાસિયત છે એક્શન, વળી છેલ્લા ઘણા સમયથી તેમની કોમેડી ફિલ્મો પણ દર્શકો ખૂબ વખાણી રહ્યાં છે. તેણે પોતાની આ બંન્ને સ્કિલને એન્ટરટેઇન્મેન્ટ પેકેજમાં સમાવી છે. તે ડાન્સ પર્ફોમન્સ, કોમેડી અને એક્શન દ્વારા ઇવેન્ટમાં રંગ જમાવે છે.

હૃતિક રોશન, કેટરિના કૈફ

હૃતિક રોશન, કેટરિના કૈફ

ડાન્સ માટે પ્રખ્યાત હૃતિક પણ અક્ષયની માફક એક ડાન્સ પર્ફોમન્સના 2.5 કરોડ ચાર્જ કરે છે. કેટરિના કૈફ પણ ડાન્સ પર્ફોમન્સના ઓછામાં ઓછાં 2.5 કરોડ ચાર્જ કરે છે. કેટરિના જેવી એક્ટ્રેસિસ બને ત્યાં સુધી વેડિંગમાં જવાનું ટાળે છે. તેઓ મોટા ભાગે બિઝનેસ ફંક્શનમાં પર્ફોમન્સ આપવા માટે જ તૈયાર થાય છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ડાન્સ પર્ફોમન્સના 1.5 કરોડ ચાર્જ કરે છે. કેટરિનાની માફક જ તે પણ વેડિંગ ફંક્શનમાં જવાનું મોટાભાગે ટાળે છે, કારણ કે ત્યાં અનેક મહેમાનો અનેક પ્રકારની રિક્વેસ્ટ લઇને આવતા હોય છે. મોટાભાગની એક્ટ્રેસિસ ખોટી ડીમાન્ડ અને રિક્વેસ્ટ ટાળવા બિઝનેસ કે કોર્પોરેટ ફંકશન્સમાં જ ડાન્સ પર્ફોમન્સ આપે છે.

રણબીર કપૂર, રણવીર સિંહ

રણબીર કપૂર, રણવીર સિંહ

રણબીર કપૂર ડાન્સ પર્ફોમન્સના 2 કરોડ ચાર્જ કરે છે, જ્યારે રણવીર સિંહ 1 કરોડ ચાર્જ કરે છે. યંગસ્ટર્સમાં આ સ્ટાર્સનો ક્રેઝ વધારે હોવાથી, તેઓ ડિમાન્ડમાં પણ રહે છે. ખાસ કરીને રણબીર કપૂર હાલ બોલિવૂડની નવી જનરેશનનો સૌથી મોંઘો સ્ટાર છે.

મલાઇકા અરોરા, સની લિયોન

મલાઇકા અરોરા, સની લિયોન

તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ મોટા સ્ટાર કરતાં મલાઇકા અરોરા, સની લિયોન જેવી એક્ટ્રેસ વધુ ડિમાન્ડમાં રહે છે. એના બે કારણો છે, એક તો બધા આ સ્ટાર્સની ફી ચૂકવવા સક્ષમ નથી હોતા અને બીજું કે આ એક્ટ્રસિસ પોતાના ડાન્સ દ્વારા ખૂબ સરળતાથી ઇવેન્ટને સુંદર બનાવી શકે છે અને મોટા સ્ટાર્સની સરખામણીમાં નખરા પણ ઓછા કરે છે. મલાઇકા અરોરા આવા ફંકશન્સમાં ડાન્સ પર્ફોમન્સના 25થી 35 લાખ ચાર્જ કરે છે અને સની લિયોન 25 લાખ ચાર્જ કરે છે.

English summary
How much Bollywood stars charges for a dance performance at wedding? Know here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.