• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે કેટલી સંપત્તિના માલિક છે નવાઝુદ્દીન સિદ્દીકી

આખરે કેટલી સંપત્તિના માલિક છે નવાઝુદ્દીન સિદ્દીકી તે જાણવા વાંચો અહીં..
|
Google Oneindia Gujarati News

ફિલ્મ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની પત્ની સાથે ડિવોર્સના સમાચારોને લઈને હાલમાં ચર્ચામાં છે. તેમની પત્ની આલિયા સિદ્દીકીએ નવાઝુદ્દીનને ડિવોર્સ માટે લીગલ નોટિસ મોકલી છે ત્યારબાદથી તે સમાચારોમાં છે. નવાઝુદ્દીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પગ મૂક્યો તો તેમને કોઈ નહોતુ જાણતુ. શરૂઆતમાં તેમણે નાની-મોટી ભૂમિકાઓ નિભાવી પરંતુ તેનાથી તેમને ઓળખ ન મળી પરંતુ ગેંગ્ઝ ઑફ વાસેપુર, રમન રાઘવ 2.0, બદલાપુર, માંઝી, મંટો જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે નવાઝુદ્દીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી અને હવે તેમની ગણતરી એક એક્ટર તરીકે થાય છે.

કરોડોના માલિક

કરોડોના માલિક

નવાઝઉદ્દીન સિદ્દીકીના સંઘર્ષની કહાનીનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે ફિલ્મોાં આવતા પહેલા વૉચમેન હતા અને મુશ્કેલીથઈ પોતાનુ ગુજરાન ચલાવતા હતા. પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાના વ્યક્તિત્વનો પરિચય આપ્યો અને જીવનમાં હાર ન માની. તેમની સફળતાનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય કે ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો. ઈન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીનને 21 વર્ષ થઈ ગયા છે. ઈન્ડસ્ટ્રીમાં તે સૌથી વધુ ફી મેળવતા એક્ટરની લિસ્ટમાં શામેલ છે. એક રિપોર્ટ અનુસાર નવાઝુદ્દીનનુ કુલ આવક 153.34 કરોડરૂપિયા છે. આમાં તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પણ શામેલ છે. તે બ્રાંડના પ્રચાર માટે ભારે કિંમત લે છે.

કરોડોની ફી લે છે

કરોડોની ફી લે છે

નવાઝની આવકમાં છેલ્લા થોડા વર્ષોમાં 24 ટકાનો વધારો થયો છે. આવકવેરો આપવા બાબતે પણ નવાઝુદ્દીન સિદ્દીકી ટૉપ સ્ટારથી પાછળ નથી. નવાઝ મુંબઈના વરસોવામાં લક્ઝરી વિલામાં રહે છે. તેના આ ઘરની કિંમત લગભગ 12.8 કરોડ રૂપિયા છે. વળી, કારોની વાત કરીએ તો તેમની પાસે દુનિયાની સૌથી સારી લક્ઝરી કારો છે. નવાઝ પાસે મર્સિડીઝ બેન્ઝ, બીએમડબ્લ્યુ, ઑડી જેવી કાર છે. તે એક ફિલ્મ માટે લગભગ 6 કરોડ રૂપિયા લે છે જ્યારે બ્રાંજનો પ્રચાર કરવા માટે 1 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

સરફરોશ ફિલ્મથી શરૂઆત

સરફરોશ ફિલ્મથી શરૂઆત

વર્ષ 1999માં નવાઝુદ્દીને આમિર ખાનની ફિલ્મ સરફરોશ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે રામ ગોપાલ વર્માની ફિલ્મ સ્કૂલ, બાયપાસ, મુન્નાભાઈ એમબીબીએસ, ફેમિલી, એક ચાલીસની લાસ્ટ લોકલ, બ્લેક ફ્રાઈડે, પીપલી લાઈવ સહિત લગભગ 19 ફિલ્મોમાં વર્ષ 2011 સુધી કામ કર્યુ. પરંતુ આ ફિલ્મો દ્વારા તેમને બહુ વધુ લોકપ્રિયતા નહોતી મળી. પરંતુ 2012માં ફિલ્મ પતંગે તેમનામાં ઉત્સાહ કર્યો. ફિલ્મનુ પ્રીમિયર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં થયુ અને તેમને ઘણા અવૉર્ડ મળ્યા.

સેક્રેડ ગેમ્સે કર્યા માલામાલ

સેક્રેડ ગેમ્સે કર્યા માલામાલ

નેટફ્લિક્સ પર જ્યારે નવાઝની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ રિલીઝ થઈ તો ત્યારબાદ તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો. આ સીરિઝમાં તેમણે ગણેશ ગાયતોંડેની ભૂમિકા નિભાવી હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી. નવાઝની સંપત્તિમાં પણ ખૂબ વધારો થશે કારણકે તેમની પાસે અમુક શાનદાર ફિલ્મો છે, જેમાં ધૂમકેતુ સૌથી મહત્વની છે, આ ફિલ્મમાં રાગિની ખન્ના, દીપિકા અમીન, રઘુવીર યાદવ, ઈલા અરુણ, સ્વાનંદ કિરકિરે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, હુમા કુરેશી, ચિત્રાંગદા સિંહ, સોનાક્ષી સિન્હા, નિખિલ અડવાણી પણ સ્પેશિયલ અપીયરન્સમાં છે. આ ઉપરાંત બોલે ચૂડિયાં, રોમ રોમ મે, ફિલ્મ પણ નવાઝના ખાતામાં છે જે 2020-2021માં રિલીઝ થવાની છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ WHOના ચીફ બોલ્યા, અમે કોરોના સામેની જંગ ચાલુ રાખશુંડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ WHOના ચીફ બોલ્યા, અમે કોરોના સામેની જંગ ચાલુ રાખશું

English summary
How much property Nawazuddin Siddiqui own who is self made star of bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X