For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર

રોમાંસના કિંગ તરીકે જાણીતા બોલવુડ કિંગ શાહરુખ ખાનને માનદ ડૉક્ટરેટની ડિગ્રી આપવાની અપીલને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે ઠુકરાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

રોમાંસના કિંગ તરીકે જાણીતા બોલિવુડ કિંગ શાહરુખ ખાનને માનદ ડૉક્ટરેટની ડિગ્રી આપવાની અપીલને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે ઠુકરાવી દીધી છે. વાસ્તવમાં જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયે માનવ સંશાધન મંત્રાલય પાસેથી પરવાનગી માંગી હતી કે તેને શાહરુખ ખાનને માનદ ડિગ્રી આપવાની અનુમતિ આપવામાં આવે. પરંતુ આરટીઆઈમાં એ વાતનો ખુલાસો થયો છે કે એચઆરડી મંત્રાલયે વિશ્વવિદ્યાલયની અપીલને એમ કહીને ઠુકરાવી દીધી કે તેમને પહેલેથી જ બીજા વિશ્વવિદ્યાલયની માનદ ઉપાધિ મળી ચૂકી છે.

શાહરુખ ખાને આપી હતી સંમતિ

શાહરુખ ખાને આપી હતી સંમતિ

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના પૂર્વ છાત્ર રહી ચૂક્યા છે. તેમણે વિશ્વ વિદ્યાલય તરફથી મોકલેલો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો. વિશ્વ વિદ્યાલય તરફથી ગયા વર્ષે એચઆરડી મંત્રાલયને આ પત્ર મોકલવામાં આવ્યો હતો જેની એક કોપી શાહરુખ ખાનને પણ મોકલવામાં આવી હતી જેનો શાહરુખ ખાને સ્વીકાર કરી લીધો હતો.

2016માં મળ્યુ હતુ સમ્માન

2016માં મળ્યુ હતુ સમ્માન

વિશ્વ વિદ્યાલયે એચઆરડી મંત્રાલયને લખ્યુ હતુ કે તે શાહરુખ ખાનને માનદ ઉપાધિથઈ નવાઝવા ઈચ્છે છે પરંતુ મંત્રાલયે એમ કહીને આ અપીલ ફગાવી દીધી કે શાહરુખ ખાનને પહેલેથી જ મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ વિશ્વ વિદ્યાલય તરફથી વર્ષ 2016માં ડૉક્ટરેટની માનદ ઉપાધિથી નવાઝવામાં આવી ચૂક્યા છે. આ જાણકારી જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વ વિદ્યાલયને મોકલવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં સામે આવી છે.

શું કહેવુ છે મંત્રાલયનું

શું કહેવુ છે મંત્રાલયનું

વળી, આ વિશે એચઆરડી મંત્રાલયના એક અધિકારીનું કહેવુ છે કે આ રીતના એવોર્ડ માટે કોઈ પૂરતા નિયમ નથી. આ ડિગ્રી ઘણી વાર પણ આપવામાં આવી શકે છે. પરંતુ સામાન્ય રીતે આમ કરવાનું ટાળવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાને જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વ વિદ્યાલયના માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરમાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હતો. પરંતુ ઓછી હાજરીના કારણે તે ફાઈનલ પરીક્ષામાં શામેલ થઈ શક્યા નહોતા.

આ પણ વાંચોઃ Video: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છાઆ પણ વાંચોઃ Video: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છા

English summary
HRD ministry refused the proposal of Jamia Millia Islamia's request to honor Shahrukh Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X