પહેલા અઠવાડિયે 203 કરોડની કમાણી કરતી ક્રિશ 3
મુંબઈ, 8 નવેમ્બર : ગત 1લી નવેમ્રે રિલીઝ થયેલ રાકેશ રોશન દિગ્દર્શિત ક્રિશ 3 ફિલ્મે પોતાની રિલીઝના સાતમે દિવસે 150 કરોડનો બિઝનેસ કર્યો છે અને કમાણીની જે ઝડપ છે, તે જોતા ફિલ્મ સરળતાપૂર્વક 200 કરોડનો આંક સ્પર્શી જશે, તેમાં કોઈ બેમત નથી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા મુજબ ફિલ્મ આગામી બે જ દિવસમાં 200 કરોડ રુપિયા કમાઈ લેશે, પણ દેશી અને વિદેશી કમાણીનો સરવાળો કરીએ, તો ક્રિશ 3 અત્યાર સુધી 203 કરોડનો બિઝનેસ કરી ચુકી છે.

હૃતિક રોશન ઉપરાંત પ્રિયંકા ચોપરા, કંગના રાણાવત અને વિવેક ઓબેરૉય અભિનીત ક્રિશ 3 ફિલ્મ કોઈ મિલ ગયાની ત્રીજી સિક્વલ છે. પ્રિયંકા ચોપરા બીજી સિક્વલ ક્રિશમાં પણ હતાં, તો ક્રિશ 3માં કંગના રાણાવત અને વિવેક ઓબેરૉય નવા ઉમેરાયાં છે.
ક્રિશ 3ની સફળતા જોતા ક્રિશના ફૅન્સને હવે રાકેશ રોશન પાસે ક્રિશ 4ની અપેક્ષા અને ઇંતેજાર છે, કારણ કે રાકેશે જણાવ્યુ હતું કે જો ક્રિશ 3 હિટ થશે, તો તેઓ તેની સિક્વલ બનાવશે. હવે તો ક્રિશ 3 હિટ જ નહીં, પણ સુપરહિટ થઈ ચુકી છે. તેથી લોકોનો ક્રિશ 4 માટેનો ઇંતેજાર યોગ્ય જ છે. જોઇએ રાકેશ રોશન ક્રિશ 4 માટેની જાહેરાત ક્યારે કરે છે.












Click it and Unblock the Notifications
