હૃતિક રોશન 15મી નવેમ્બર બાદ કરશે બૅંગ બૅંગ
મુંબઈ, 17 ઑગસ્ટ : ફિલ્મ અભિનેતા હૃતિક રોશનને તબીબોએ સલાહ આપી છે કે તેમણે 15મી નવેમ્બર સુધી આરામ કરવો જોઇએ કે જેથી આગામી પ્રોજેક્ટોમાં તેઓ 15મી નવેમ્બર પછી જ કામ કરી શકશે. જોકે તેમની ક્રિશ 3 ફિલ્મ 4થી નવેમ્બરે જ રિલીઝ થશે.

આ અંગે હૃતિક રોશનનું કહે છે - હું હાલ ઠીક છું અને ઘરે આરામ કરી રહ્યો છું. હું બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મધ્યથી શરૂ કરીશ અને તેના માટે ખૂબ જ એક્સાઇટેડ છું. બૅંગ બૅંગનું શૂટિંગ ક્રિશ 3 બાદ જ પ્રસ્તાવિત હતું, પણ હૃતિક રોશનની બ્રેન સર્જરી થવાના કારણે શૂટિંગ થોડાંક દિવસ માટે ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મમાં હૃતિક રોશન સાથે કૅટરીના કૈફ છે. કૅટ સાથે હૃતિકની આ બીજી ફિલ્મ હશે.
અગાઉ આ જોડી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં પહેલી વાર આવી હતી. બૅંગ બૅંગ ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ ઉપરાંત ડૅની તેમજ જાવેદ જાફરી પણ છે. કહે છે કે આ ફિલ્મ હૉલીવુડ મૂવી નાઇટ એન્ડ ડે ઉપર આધારિત છે કે જેમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરૂન ડિયાઝ મુખ્ય ભૂમિકામાં હતાં. બૅંગ બૅંગ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે બ્રેન સર્જરી બાદ તાજેતરમાં જ હૃતિક રોશન પોતાની આવનાર ક્રિશ 3 ફિલ્મના ઈવેંટમાં દેખાયા હતાં.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
