For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હમ આપકે હે કૌન' ના સંગીતકાર રામલક્ષ્મણનુ નિધન, લતા મંગેશકરે વ્યક્ત કર્યો શોક

બૉલિવુડના જાણીતા સંગીતકાર રામલક્ષ્મણે શનિવારની સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધા.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના જાણીતા સંગીતકાર રામલક્ષ્મણે શનિવારની સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધા. 79 વર્ષીય સંગીતકાર છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. મેને પ્યાર કિયા, હમ આપકે હે કૌન સહિત 150 ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ રામ લક્ષ્મણનુ અસલી નામ વિજય પાટિલ હતુ. લતા મંગેશકરે આ સમાચારની પુષ્ટિ કરીને સંગીતકારને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

લતા મંગેશકરે વ્યક્ત કર્યુ દુઃખ

લતા મંગેશકરે વ્યક્ત કર્યુ દુઃખ

લતા મંગેશકરે ટ્વિટ પર લખ્યુ - 'મને અત્યારે જ જાણવા મળ્યુ કે બહુ ગુણી અને લોકપ્રિય સંગીતકાર રામલક્ષ્મણજી(વિજય પાટિલ)નો સ્વર્ગવાસ થયો છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયુ છે. તે ખૂબ સારા વ્યક્તિ હતા. મે તેમના ઘણા ગીતો ગાયા જે ખૂબ લોકપ્રિય થયા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ.'

રામની હતી લક્ષ્મણ સાથે જોડી

રામની હતી લક્ષ્મણ સાથે જોડી

તમને જણાવી દઈએ કે પહેલા રામલક્ષ્મણ 'લક્ષ્મણ'ના નામથી જાણીતા હતા. તેમની સાથે રામની જોડી હતી અને હિંદી સિનેમા જગતમાં રામ-લક્ષ્મણ મળીને સંગીત આપતા હતા. વર્ષ 1976માં ફિલ્મ એજન્ટ વિનોદ(1977)માં ગીત ગાયા બાદ અચાનક રામનુ નિધન થઈ ગયુ. ત્યારબાદ લક્ષ્મણે પોતાનુ આખુ નામ રામલક્ષ્મણ રાખી લીધુ.

લક્ષ્મણના સુપરહિટ ગીતો

લક્ષ્મણના સુપરહિટ ગીતો

ચાર દશક લાંબા પોતાના કરિયરમાં તેમણે હિંદી મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. સૂરજ બડજાત્યા સાથે મળીને રામલક્ષ્મણે ઘણા હિટ આપ્યા. મેને પ્યાર કિયા, હમ આપકે હે કૌન અને હમ સાથ સાથ હેમાં તેમણે જ સંગીત આપ્યુ હતુ જેના બધા ગીતો સુપરહિટ રહ્યા હતા.

English summary
'Hum Aapke Hain Koun' fame popular music director Raam Laxman passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X