Pics : અક્ષયના કારણે એક્ટિંગની પસંદગી કરી : શિવ
મુંબઈ, 10 ડિસેમ્બર : ફિલ્મ નિર્માતા સુનીલ દર્શનના પુત્ર શિવ દર્શન આગામી વર્ષે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યાં છે. તેઓ કરલે પ્યાર કરલે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે અને તેઓ પોતાના એક્ટિંગ કૅરિયરનો શ્રેય ખેલાડી અક્ષય કુમારને આપે છે.
સુનીલ દર્શન નિર્મિત કરલે પ્યાર કરલેનું દિગ્દર્શન રાજેશ પાન્ડે કરી રહ્યાં છે. ફિલ્મ સાથે સુનીલના પુત્ર શિવ દર્શન બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મમાં શિવ સાથે અભિનેત્રી તરીકે હસલીન કૌર છે. કરલે પ્યાર કરલે આગામી વર્ષે 10મી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે.
શિવ દર્શને જણાવ્યું - હું ક્યારેય અભિનેતા બનવા નહોતો માંગતો, પરંતુ એક દિવસ જ્યારે મારા પિતા તલાશ ધ હંટ બિગીન્સ (2003)નું અક્ષય કુમાર અને કરીના કપૂર સાથે શૂટિંગ કરતા હતાં, ત્યારે અક્ષય કુમાર અસ્વસ્થ થઈ ગયાં અને તેઓ શૂટિંગમાં ભાગ લેવાની હાલતમાં નહોતા. તે વખતે મારા પપ્પાએ મને સેટ ઉપર અક્ષયની જગ્યાએ તેમના શૉટ માટે બોલાવ્યાં. તે વખતે મારા વાળ બહુ લાંબા હતાં અને મેં તે સીન માટે વાળ કપાવ્યા હતાં.
ચાલો આપને બતાવીએ કરલે પ્યાર કરલે ફિલ્મની તસવીરી ઝલક અને જાણીએ વધુમાં શું કહે છે શિવ દર્શન :

ત્યારે પ્રતીતિ થઈ
શિવ દર્શને જણાવ્યું - જ્યારે મેં પહેલી વખત શૂટિંગ કર્યું, ત્યારે મને પ્રતીતિ થઈ કે એક્ટર બનવામાં કેટલી મજા પડે છે.

એટલે જ અક્ષય
શિવે જણાવ્યું - એટલે જ હું કહુ છું કે આજે હું એક્ટર છું, તો માત્ર અક્ષય કુમારના કારણે. મને સેટ ઉપર ખૂબ લાડ મળ્યો.

અક્ષયે ફોન કર્યો
શિવ દર્શને જણાવ્યું - કર લે પ્યાર કર લે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અક્ષય કુમારે મને ફોન કર્યો.

પસંદ પડી કર લે પ્યાર કર લે
અક્ષય કુમારે શિવ દર્શનને ફોન કરી જણાવ્યું કે તેમને કર લે પ્યાર કર લે ફિલ્મ ગમી છે અને તેઓ શુભેચ્છા પાઠવે છે.

પિતા નિર્માતા
કર લે પ્યાર કર લેના નિર્માતા શિવના પિતા સુનીલ દર્શન છે. તેઓ શ્રી કૃષ્ણા ઇંટરનેશનલના બૅનર હેઠળ આ ફિલ્મ બનાવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
