લગ્ન અંગે બિપાશાની અવઢવ પાછળ જ્હૉન અબ્રાહમ ?

મુંબઈ, 8 માર્ચ : બિપાશા બાસુ હાલ પોતાની આવનાર ફિલ્મ આત્માના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેઓ એક પાંચ વર્ષની બાળકીના માતાનો રોલ કરી રહ્યાં છે. આ રોલ જોઈ લોકોને લાગે છે કે રીયલ લાઇફમાં પણ બિપાશા નાના બાળકના માતા બનવા યોગ્ય થઈ ગયાં છે અને તેથી જ તેમને લગ્ન અંગે પૂછવામાં આવે છે, પરંતુ બિપાશાએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું - હું લગ્ન જેવા મોટા અને ગંભીર સંબંધ માટે હાલ તૈયાર નથી.

bipasha

બિપાશા બાસુએ આત્મા ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું - કોઈ વ્યક્તિ સાથે આખી ઝિંદગી વિતાવવાનો નિર્ણય કરવા માટે હું માનસિક રીતે હાલ તૈયાર નથી. તેથી હું એકાકી જીવનમાં જ ખુશ છું તથા લગ્ન અંગેનો વિચાર નથી કરતી.

બિપાશા તો આમ કહીને ચાલ્યા ગયાં, પરંતુ ફિલ્મી પંડિતોએ બિપાશાના આ નિવેદન અંગે ખુસર-ફુસર શરૂ કરી દીધી છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ પૂરા નવ વરસ સુધી જ્હૉન અબ્રાહમને શિદ્દત સાથે ચાહનાર બિપાશા બાસના હૃદયમાં આજે પણ કદાચ જ્હૉન અબ્રાહમ માટે કુણી લાગણીઓ હશે કે જે તેમને લગ્ન અંગે વિચારવાથી દૂર કરે છે. ભલે બિપ્શ અને જ્હૉન કોઈક કારણસર દૂર થઈ ગયાં, પરંતુ ક્યારેક તેઓ બેહદ નજીક પણ હતાં.

સામાન્ય રીતે પુરુષો જૂના સંબંધો ભુલી જઈ નવા સંબંધો સરળતાથી બાંધી લે છે, પરંતુ સ્ત્રીઓએ આમ કરવું મુશ્કેલ હોય છે. જ્હૉનનો દાખલો તાજો જ છે કે તેઓ હાલ પ્રિયાના પ્રેમમાં ઝડપાયેલાં છે અને બે વરસ પછી લગ્ન પણ કરવાનાં છે. બીજી બાજુ ચર્ચા એમ છે કે બિપાશાને કદાચ હજુય જ્હૉનનો ઇંતેજાર હશે. એટલે જ તેઓ જ્હૉનના લગ્નની ખાત્રી થયા બાદ જ પોતે લગ્ન કરવાનો નિર્ણય કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X