Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મે એની જિંદગી બરબાદ કરી...', અર્જૂન કપૂરને ડેટ કરવા પર મલાઈકાએ શું કહ્યુ, જાણો અહીં

શોમાં મલાઈકા અરોરાએ હાલમાં બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે રિલેશન પર ખુલીને વાત કરી અને તેના સંબંધની મજાક ઉડાવનારાઓને જોરદાર જવાબ આપ્યો.

Moving In With Malaika: બૉલિવુડ અભિનેત્રી અને મૉડલ મલાઈકા અરોરા હાલમાં પોતાના ચેટ શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને લઈને ચર્ચામાં છે. શો દરમિયાન તે રોજ પોતાની પર્સનલ લાઈફ વિશેના એવા રાઝ ખોલી રહી છે જેને જાણવા માટે લોકો આતુર રહે છે. શોમાં મલાઈકા અરોરાએ હાલમાં બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે રિલેશન પર ખુલીને વાત કરી અને તેના સંબંધની મજાક ઉડાવનારાઓને જોરદાર જવાબ આપ્યો.

અર્જૂન કપૂરને ડેટ કરવા પર બોલી મલાઈકા

અર્જૂન કપૂરને ડેટ કરવા પર બોલી મલાઈકા

'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ના ચોથા એપિસોડમાં મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. આ એપિસોડમાં અભિનેત્રી સ્ટેન્ડઅપ કોમેડિયન બની. આ દરમિયાન અભિનેત્રીએ તેની ચાલવાની સ્ટાઈલ, અરબાઝ ખાન સાથે છૂટાછેડા અને અર્જૂન કપૂર સાથેના સંબંધોને કારણે તેને રોજેરોજ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

મલાઈકાએ ટ્રોલર્સને આપ્યો જવાબ

મલાઈકાએ ટ્રોલર્સને આપ્યો જવાબ

અર્જૂન કપૂરનો ઉલ્લેખ કરીને મલાઈકા અરોરાએ કહ્યુ કે હું એને ડેટ કરી રહી છુ પણ તેની જિંદગી બરબાદ નથી કરી રહી. હું મોટી છુ અને મારાથી નાના વ્યક્તિને ડેટ કરી રહી છુ. તો હું કદાચ તેનુ જીવન બરબાદ કરી રહી છુ. એવુ નથી કે જ્યારે હું અર્જુનને ડેટ કરતી હતી ત્યારે તે સ્કૂલે જતો હતો અને મારા કારણે તે તેના અભ્યાસ પર ધ્યાન આપી શકતો ન હતો. હું તેની પાસે ગઈ અને કહ્યુ કે મારી સાથે આવ અને તે તેના ક્લાસ બંક કરી રહ્યો છે. હું દરેકને કહેવા માંગુ છુ કે હું એનુ જીવન બરબાદ નથી કરી રહી.

'અમે બંને સંમતિથી કરી રહ્યા છે ડેટ'

'અમે બંને સંમતિથી કરી રહ્યા છે ડેટ'

ટ્રોલર્સનો જવાબ આપતા મલાઈકા અરોરાએ કહ્યુ, 'અર્જુન કપૂર મોટો થઈ ગયો છે, તે બાળક નથી. અમે બંને એકબીજાની સંમતિથી ડેટ કરી રહ્યા છીએ અને અમે બંને પુખ્ત છીએ. જો કોઈ પુરુષ તેના કરતા નાની મહિલા સાથે ડેટ કરે તો તેને પ્લેયર કહેવામાં આવે છે. ઉંમરમાં મોટી મહિલા તેના કરતા નાના છોકરાને ડેટ કરે તો તેના ચારિત્ર્ય પર સવાલો ઉભા થાય છે. શા માટે? આ બધું ખોટુ છે'.

અરબાઝ ખાન સાથે ડિવૉર્સ પર શું કહ્યુ મલાઈકાએ?

અરબાઝ ખાન સાથે ડિવૉર્સ પર શું કહ્યુ મલાઈકાએ?

આ પહેલા મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા પર ખુલીને વાત કરી હતી. મલાઈકાએ કહ્યુ હતુ કે તેણે અરબાઝને પહેલીવાર પ્રપોઝ કર્યુ હતુ. જે બાદ બંનેએ એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 1998માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે, વર્ષ 2017માં છૂટાછેડા પછી બંને હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X