‘પુત્રને લૉન્ચ કરવાની દેઓલ પરિવારની પરમ્પરા જાળવીશ’
મુંબઈ, 14 મે : દિલ્લગી ફિલ્મનું દિગ્દર્શન કરનાર બૉલીવુડ અભિનેતા-નિર્માતા સન્ની દેઓલ કહે છે કે તેમનો પુત્ર એક વરસની અંદર બૉલીવુડમાં પગલા માંડશે અને તેની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કદાચ તેઓ પોતે જ કરશે.

સન્ની અને તેમના ભાઈ બૉબી દેઓલને તેમના પિતા ધર્મેન્દ્રે લૉન્ચ કર્યા હતાં. તેવી જ રીતે સન્ની દેઓલ પણ પોતાના પિતાની જેમ પોતાના પુત્રને લૉન્ચ કરશે. ધર્મેન્દ્રે સન્ની દેઓલને બેતાબ તથા બૉબી દેઓલને બરસાત ફિલ્મથી લૉન્ચ કર્યા હતાં. બંને ફિલ્મો વિજેતા ફિલ્મ્સ બૅનર હેઠળ બની હતી. પછી ધર્મેન્દ્રે પોતાના ભત્રીજા અભય દેઓલને સોચા ન થા ફિલ્મ દ્વારા લૉન્ચ કર્યાં.
હવે સન્ની દેઓલ આ પરમ્પરા આગળ વધારશે. તેમણે જણાવ્યું - હું સંભવતઃ પોતાના પુત્રની ફિલ્મનું દિગ્દર્શન કરીશ, પણ હાલ નહીં. અમે તેને લૉન્ચ કરીશું. જેવી રીતે મને અને મારા ભાઈને લૉન્ચ કરાયા હતાં. હું તેને થોડોક સમય આપી રહ્યો છું, કારણ કે અંતે તો તેની પોતાની જ યાત્રા છે. માતા-પિતા માત્ર આપને અહીં રજૂ કરે છે, પણ તેના પછી તે એક વ્યક્તિની યાત્રા હોય છે.
એક સવાલના જવાબમાં સન્ની દેઓલે જણાવ્યું - કરણ દેઓલને એક વરસની અંદર જ લૉન્ચ કરાશે. હું તેને એક વરસનો સમય આપીશ. હું ઇચ્છુ છું કે તે જેટલું શક્ય હોય, તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે. મારા માટે એક અભિનેતા એક સ્પંજની જેમ ઉદાર હોવો જઇએ.
નોંધનીય છે કે સન્ની દેઓલ હાલ પોતાની ફિલ્મ યમલા પગલા દીવાના 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કરણે આ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને બૉબી દેઓલ પણ છે. ફિલ્મ યમલા પગલા દીવાનાની સિક્વલ છે.












Click it and Unblock the Notifications
