બૅડ ગર્લ બન્યા બાદ શર્લિન કહે છે ક્યારેય વિચાર્યુ નહોતું કે...
મુંબઈ, 16 ડિસેમ્બર : સામાન્ય રીતે શર્લિન ચોપરાની ચર્ચા આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડી અંગે થાય છે, પણ આ વખતે તેમની ચર્ચા આવનાર મ્યુઝિકલ આલબમ બૅડ ગર્લ માટે થઈ રહી છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરતાં જ આલબમ બૅડ ગર્લનું હૉટ ગીત શર્લિને શૂટ કર્યું છે કે જેના બોલ છે ઇટ્સ ગેટિંહ હૉટ ઇન હૅર...
આ ગીતના વખાણ કરતાં શર્લિને જણાવ્યું - આ ગીત મારી પર્સનાલિટી સાથે બહુ મૅચ કરે છે. મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે હું એક દિવસ સાચે જ બૅડ ગર્લ બનીશ. આ ગીતને કમ્પોઝ કર્યું છે યંગ નિકે કે જેના વખાણ કરતાં શર્લિને જણાવ્યું કે નિકે બહેતરીન કામ કર્યું છે. મને લાગે છે કે આ ગીત યુવાનો દ્વારા પસંદ કરવામાં આવશે.
નોંધનીય છે કે શર્લિન ચોપરાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ કામસૂત્ર 3ડી પણ ચર્ચામાં છે. ફિલ્મે દેશી અને વિદેશી વર્ઝનમાં છે. ફિલ્મમાં તેમના હીરો મલખાન સિંહ છે. રૂપેશ પૉલ નિર્મિત કામસૂત્ર 3ડીને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ચુક્યું છે અને આખી ટીમને તેની રિલીઝનો ઇંતેજાર છે.

ઇટ્સ ગેટિંગ હૉટ ઇન હૅર...
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલથી પરત ફરતા જ આલબમ બૅડ ગર્લનું હૉટ સૉંગ શર્લિને શૂટ કર્યું છે કે જેના બોલ છે ઇટ્સ ગેટિંગ હૉટ ઇન હૅર...

ખૂબ માદક
ગીતમાં શર્લિન ખૂબ સુંદર અને ઉત્તેજિત લાગે છે.

વેરી હૉટ
નિકે ગીતને કમ્પોઝ કર્યું છે. નિકે જણાવ્યું કે શર્લિન ઇઝ વેરી હૉટ.

નિક ઇઝ ગ્રેટ
નિકના વખાણ કરતાં શર્લિને જણાવ્યું કે નિક તેમને સારી રીતે સમજે છે.

શર્લિનનો દાવો
બૅડ ગર્લ મ્યુઝિક આલબમનું ગીત યુવાનોને ગમશે, તેવો શર્લિને દાવો કર્યો છે.

કામસૂત્ર 3ડી
શર્લિન ચોપરા પોતાના વિવાદાસ્પદ કામો તથા નિવેદનોના પગલે ચર્ચામાં રહેતા આવ્યાં છે. શર્લિનની ફિલ્મ કામસૂત્ર 3ડી પણ ટુંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મને ચર્ચામાં રાખવા શર્લિન કંઈકને કંઈક મુદ્દા છેડતા રહે છે

ટ્રેલર રિલીઝ
ગ્લૅમરસ ગર્લ નામે જાણીતા શર્લિન ચોપરાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડીનું પ્રથમ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
