Watch Trailer : કરીના જેવી બનવા માંગતી જાડી રિયા
મુંબઈ, 19 એપ્રિલ : આજકાલ એક ફિલ્મી ટ્રેલર ગિપ્પી ખૂબ ચર્ચામાં છે. ટેલીવિઝન ઉપર પણ તે વારંવાર દર્શાવાઈ રહ્યું છે. તેને જોઈને લાગે છે કે ગિપ્પી ફિલ્મ એક જાડી છોકરીની વાર્તા છે કે જેણે પોતાના જાડાપણાના પગલે ખૂબ ક્ષોભ ઝીલવો પડે છે.

પડદા ઉપર ગિપ્પીનો રોલ 14 વર્ષીય અભિનેત્રી રિયા વિજ કરી રહ્યાં છે. રિયા વિજે જણાવ્યું - હા જી, આપ બરાબર સમજ્યાં. ફિલ્મની વાર્તા એક જાડી છોકરીની જ છે કે જે પોતાના મેદસ્વીપણાથી ખૂબ જ પરેશાન છે.
પોતે પણ ભારે શરીર ધરાવતાં રિયા વિજ કહે છે - જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે મારી ઇચ્છા કરીના કપૂર જેવી સ્લીમ ટ્રીમ બનવાની હતી. હું કરીનાને ખૂબ પસંદ કરતી હતી. તેમની ફિલમો કે તેમના ગીતો જ્યારે પણ જોતી, તો હું ઊભી થઈને નાચવા લાગતી હતી, પરંતુ જ્યારે હું મોટી થઈ, તો મને લાગ્યું કે આ બધુ વ્યર્થ છે અને સપના જેવું છે કે જેનો કોઈ અર્થ નથી.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/N-G-XGG7xno" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
