Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બૉલીવુડમાં દાયકો પૂર્ણ કરતાં ‘જૂલી’

મુંબઈ, 12 જુલાઈ : બૉલીવુડના હૉટ તેમજ બિંદાસ્ત બાળા નેહા ધુપિયાએ ફિલ્મી જગતમાં આવ્યે સારો એવો સમય થઈ ચુક્યો છે, પરંતુ હજુય નેહા મૅડમને અપેક્ષિત સફળતા મળી નથી. જોકે બૉલીવુડના આ આધુનિક જૂલીએ પોતાના ફિલ્મી કૅરિયરનો એક દાયકો પૂર્ણ કરી લીધો છે.

નેહા ધુપિયાએ ગુરુવારે ટ્વિટર ઉપર પોસ્ટ કરી આ બાબતની માહિતી શૅર કરી છે. નેહા ટ્વિટર ઉપર પોસ્ટ કર્યું - આજના સુંદર દિવસે મેં ફિલ્મ વ્યવસાયમાં 10 વર્ષ પૂર્ણ કરી લીધાં. આ પોસ્ટ જોઈ એટલું તો કહીજ શકાય કે નેહા ધુપિયા વીતેલા દિવસો યાદ કરી રહ્યા હતાં. નેહા ધુપિયાએ આગળ લખ્યું - મારું મન સારા અનુભવો, મને મળનાર લોકો, શીખેલી વસ્તુઓ, ઉતાર-ચડાવ, હિટ અને ફ્લૉપ ફિલ્મ તેમજ નાચવા-ગાવા અને દીવાનગીની યાદોથી ભરેલું છે. આ બધા માટે હું ફિલ્મો અને ફિલ્મ જગતની આભારી છું.

આવો તસવીરો સાથે જાણીએ નેહા ધુપિયા અંગે વધુ વિગતો :

માંડ તૈયાર થયાં ફિલ્મો માટે

માંડ તૈયાર થયાં ફિલ્મો માટે

નેહા ધુપિયાએ એક દાયકાના કૅરિયર અંગે જણાવ્યું - ફિલ્મોમાં આવવા માટે તેઓ પોતાની જાતને માંડ તૈયાર કરી શક્યાં.

અજાણ હતી ફિલ્મોથી

અજાણ હતી ફિલ્મોથી

નેહાએ ટ્વિટ કર્યું - મારા પ્રથમ દૃશ્યમાં મને સેલ્યુલાઇડ ઉપર પાણીમાંથી બહાર આવવાનું હતું, પરંતુ હું અજાણ હતી. તે આકર્ષક દૃશ્યને 10 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે.

મિસ ઇન્ડિયા નેહા

મિસ ઇન્ડિયા નેહા

નેહા ધુપિયાએ વર્ષ 2002માં મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી હતી. તે પછી તેમણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

લોકપ્રિય ફિલ્મો કરી

લોકપ્રિય ફિલ્મો કરી

નેહાએ એક દાયકાના કૅરિયર દરમિયાન ક્યા કૂલ હૈં હમ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સિંહ ઇઝ કિં જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

શીશા-જૂલી

શીશા-જૂલી

નેહાએ આ દરમિયાન શીશા જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું, તો 2004માં આવેલી વિવાદાસ્પદ ફિલ્મ જૂલીમાં પણ તેઓ લીડ રોલમાં હતાં. નેહા ધુપિયાએ દાયકાના કૅરિયર દરમિયાન તેમને સહકાર કરનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

ઉંગલી-હૉટમાં દેખાશે નેહા

ઉંગલી-હૉટમાં દેખાશે નેહા

નેહા ધુપિયા છેલ્લે 2012માં આઈ એમ 24 ફિલ્મમાં દેખાયા હતાં. આગામી સમયમાં તેઓ ઉંગલી, હૉટ અને દિલ ને દિલ કો પુકારા જેવી ફિલ્મોમાં દેખાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X