વન્યસૃષ્ટિ પર ફિલ્મ બનાવવા માંગે છે જ્હૉન અબ્રાહમ
મુંબઈ, 28 સપ્ટેમ્બર : દેશમાં નેશનલ જિયોગ્રાફિક ચૅનલનો નવો ચહેરો બનનાર અભિનેતા-નિર્માતા જ્હૉન અબ્રાહમ વન્યસૃષ્ટિ ઉપર ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છે.

જ્હૉને જણાવ્યું - વન્યજીવો પર અમે અગાઉ ફિલ્મ બનાવી નથી. હું તેમાં પોતાનો જ્ઞાન વધારવા માંગીશ. મને વન્યજીવો ઉપર ફિલ્મ બનાવવી ગમશે, પણ અમારે આ અંગે બહુ કામ કરવું છે. આવી ફિલ્મ બનાવવા માટે એક જવાબદાર નિર્માતા મળશે, તો અમે ચોક્કસ આ ફિલ્મ બનાવીશું.
મોટરસાયકલ પ્રત્યે ખાસ લગાવ ધરાવતાં જ્હૉન અબ્રાહમ કહે છે - હું મોટરસાયકલ ઉપર પણ એક સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. વિકી ડૉનર તેમજ મદ્રાસ કૅફે જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર જ્હૉને જણાવ્યું - અમે મોટરસાયકલ ડ્રાઇવિંગ ઉપર પણ એક સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. તેને પૂર્ણ થવામાં એક વર્ષ લાગશે. આ ફિલ્મ મોટરસાયકલના ફૅન્સ માટે મોટરસાયકલ ડ્રાઇવિંગ અંગેની આ એક બેહદ સઘન ફિલ્મ હશે. આ એક કૉમર્સિયલ ફિલ્મ હશે.












Click it and Unblock the Notifications
