For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હે પ્રભુ! આ 10 Iconic ફિલ્મોની રીમેકની દુર્બુદ્ધિ કોઈને ન આપતાં..

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ડિસેમ્બર : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં 1000 અઠવાડિયા પૂર્ણ કરવાની ઉજવણી કરી રહી છે. આ માત્ર એક ફિલ્મ નહીં, પણ આઇકૉનિક ફિલ્મ હતી કે જે 19 વર્ષ અગાઉ રિલીઝ થઈ હતી.

કોઈ પણ ફિલ્મ કોઈ એક થિયેટરમાં આટલી લાંબી ચાલી હોય, તેવો કોઈ ઇતિહાસ નથી અને મરાઠા મંદિર થિયેટરનું હાલમાં પણ ડીડીએલજે ફિલ્મને ત્યાંથી ઉતારવાનું કોઈ આયોજન નથી.

આદિત્ય ચોપરાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી. શાહરુખ ખાન અને કાજોલ અભિનીત આ ફિલ્મ પ્રેમ, એક્શન, મેલોડ્રામા, રોમાન્સ, કૉમેડી, થ્રિલ્સ, ગીત તથા ડાન્સ સહિત દરેક બાબતમાં એક આઇકૉનિક ફિલ્મ બની રહી અને આજે પણ અનેક નવી ફિલ્મોના કેટલાક દૃશ્યો ડીડીએલજેથી પ્રેરિત હોય છે.

આજકાલ રીમેકનો જમાનો છે. ઘણી ફિલ્મોની રીમેક બની રહી છે, પરંતુ આપણે દુઆ કરવી જોઇએ કે માત્ર ડીડીએલજે જ નહીં, પણ બૉલીવુડે અનેક એવી આઇકૉનિક ફિલ્મો આપી છે કે જેમને ફરીથી બનાવવાની કોઈ જરૂર નથી.દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ક્લાસિક ફિલ્મને કોઈ પણ કિંમતે ફરીથી ન બનાવવી જોઇએ.

ચાલો આપને બતાવીએ 10 આઇકૉનિક બૉલીવુડ ફિલ્મો :

આવારા

આવારા

આવારા માત્ર હિટ ભારતીય ફિલ્મ જ નહીં, પણ રશિયન હિટ ફિલ્મ પણ હતી. રાજ કપૂર દિગ્દર્શિત આવારા ગરીબ છોકરા અને અમીર છોકરીની ટિપિકલ લવ સ્ટોરી હતી.

મેરા નામ જોકર

મેરા નામ જોકર

રાજ કપૂરની મેરા નામ જોકર ટાઇમલેસ ક્લાસિક ફિલ્મ હતી કે જેના દ્વારા ઋષિ કપૂરે બૉલીવુડ ડેબ્યુ પણ કર્યુ હતું. આવી ફિલ્મની રીમેક ન બનાવાય.

સિલસિલા

સિલસિલા

યશ ચોપરાની ક્લાસિક ફિલ્મ અમિતાભ બચ્ચન અને રેખાની રીયલ લવ સ્ટોરી હતી.

દીવાર

દીવાર

યશ ચોપરા દિગ્દર્શિત અને સલીમ-જાવેદ લિખિત દીવારમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન તથા નિરૂપા રૉય લીડ રોલમાં હતાં. આ જ દીવાર જોવી સારી.

સદમા

સદમા

બાલુ મહેન્દ્ર દિગ્દર્શિત આ કલ્ટ ફિલ્મ તામિળ ફિલ્મ મૂંદ્રામ પિરૈની રીમેક હતી, પણ હવે બૉલીવુડમાંથી કોઇએ પણ આની રીમેક ન બનાવવી જોઇએ. સદમામાં કમલ હસન તથા શ્રીદેવી હતાં.

મિસ્ટર ઇન્ડિયા

મિસ્ટર ઇન્ડિયા

અનિલ કપૂરની મિસ્ટર ઇન્ડિયાની રીમેક બનાવવી પણ મુશ્કેલ કામ છે. શ્રીદેવી-અનિલ કેમેસ્ટ્રી રીમેકમાં લાવી જ ન શકાય.

જાને ભી દો યારો

જાને ભી દો યારો

કુંદન શાહની જાને ભી દો યારોમાં નસીરુદ્દીન શાહ, રવિ બાસવાની, ઓમ પુરી, પંકજ કપૂર, સતીશ શાહ, સતીશ કૌશિક તથા ભક્તિ બર્વે હતાં.

અંદાઝ અપના અપના

અંદાઝ અપના અપના

આમિર-સલમાનની આ ફિલ્મની રીમેકની ચર્ચા ચાલી રહી છે, પરંતુ તે કામ ખૂબ જ ડિફિકલ્ટ રહેશે. જોઇએ, શું થાય છે.

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

સૂરજ બરજાત્યાની ફિલ્મ મૈંને પ્યાર કિયા વન ઑફ ધ મોસ્ટ રોમાંટિક ફિલ્મ હતી કે જેણે સલમાનની કિસ્મત ચમકાવી દીધી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

કાન પકડો... આ ફિલ્મ વિશે પહેલા જ કહી દેવાયું છે કે તેની રીમેક બનાવવાની મૂર્ખામી ન કરવી જોઇએ.

English summary
10 iconic Bollywood movies like Dilwale Dulhania Le Jayenge that should never be remade. Check out 10 such classics that should not be remade...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X