IFFI 2017: અમિતાભ બન્યા ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર

અમિતાભા બચ્ચનને મળ્યો ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડઅક્ષય કુમાર, કરણ જોહર,સલમાન ખાન, કેટરિના કૈફ સહિત અનેક સિતારાઓ રહ્યા હાજરઆ અંગે વધઉ વાંચો અહીં...

IFFI-ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે આ વર્ષ ખૂબ શાનદાર રહ્યું છે. આ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં એક એકથી ચડિયાતી ફિલ્મો જોવા મળી છે, તો કેટલીક ફિલ્મોને કારણે વિવાદ પણ સર્જાયો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બોલિવૂડ હસ્તીઓ ગોવા પહોંચી હતી. મંગળવારે આઇએફએફઆઇની ક્લોઝિંગ સેરેમની હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સ્પેશ્યલ ગેસ્ટ હતા. આ અંગે વાત કરતા અક્ષય કુમારે કહ્યું હતું કે, IFFI 2017 સિને પ્રેમીઓ પર છાપ પાડવામાં સફળ રહ્યો છે. આ ફેસ્ટવિલ 22 નવેમ્બરથી ગોવામાં શરૂ થયો હતો.

IFFI 2017

IFFI 2017માં શાહરૂખ ખાન, શ્રીદેવી, કરણ જોહર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનાલી બાન્દ્રે, ઝાયરા વસીમ, હુમા ખુરેશી, સુશાંત સિંહ રાજપૂત વગેરે જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની તથા ગોવાના સીએમ મનોહર પર્રિકરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રોબિન કેમ્પિલ્લોની 120 બીટ્સ પર મિનિટને મળ્યો હતો. બોલિવૂડના લિજન્ય એક્ટર અમિતાભ બચ્ચનને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને ટ્રિબ્યૂટ કરતા ડાન્સ પર્ફોમન્સ પણ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X