For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFFI જ્યૂરી પ્રમુખે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ગણાવી વલ્ગર અને પ્રોપાગાન્ડા ફિલ્મ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના જ્યૂરી પ્રમુખે ટીકા કરીને તેને વલ્ગર અને પ્રોપાગાન્ડા ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

IFFI Jury head on The Kashmir Files: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના જ્યૂરી પ્રમુખે ટીકા કરીને તેને વલ્ગર અને પ્રોપાગાન્ડા ગણાવી છે. ફિલ્મ સમારંભના પ્રમુખ અને ઈઝરાયીલી ફિલ્મ મેકર નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સને એક અશ્લીલ ફિલ્મ ગણાવીને કહ્યુ કે તે ફિલ્મનુ કન્ટેન્ટ અને વિઝ્યુઅલ જોઈને ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી છે.

'આ ફિલ્મથી ભારતની ઈમેજ ખરાબ થશે'

'આ ફિલ્મથી ભારતની ઈમેજ ખરાબ થશે'

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી હેડ નદાવ લેપિડે કહ્યુ કે જો આ ફિલ્મને ભારતમાંથી ઑસ્કાર માટે મોકલવામાં આવશે તો તેનાથી ભારતની ઈમેજ ખરાબ થશે. આ ફિલ્મ સંપૂર્ણપણે એજન્ડા પર આધારિત છે. પોતાના સંબોધનમાં લેપિડે કહ્યુ કે ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવેલી 15 ફિલ્મોમાંથી અમે 15મી ફિલ્મઃ ધ કાશ્મીર ફાઇલ્સથી પરેશાન અને સ્તબ્ધ હતા. કારણ કે અમને આ ફિલ્મ પ્રચાર આધારિત અને અશ્લીલ લાગી.

'ફિલ્મ ફેસ્ટિવલ માટે યોગ્ય નથી'

'ફિલ્મ ફેસ્ટિવલ માટે યોગ્ય નથી'

તેમણે કહ્યુ કે, 'આ ફિલ્મ આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે યોગ્ય નથી. આ મંચ પર તમારી સાથે આ લાગણીઓને ખુલ્લેઆમ શેર કરવામાં મને સંપૂર્ણપણે સહજ લાગે છે કારણ કે ઉત્સવમાં ટીકાઓ પણ સ્વીકારવી પડશે. જેથી કલા અને કલાકારનુ સન્માન થઈ શકે.

કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરત પર આધારિત ફિલ્મ

કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરત પર આધારિત ફિલ્મ

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ફિલ્મ ફેસ્ટિવલમાં કાશ્મીર ફાઇલ્સ પણ બતાવવામાં આવી હતી. કાશ્મીર ફાઇલ્સ વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1990ના દાયકામાં ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરત પર આધારિત છે. આ ફિલ્મ ભારતમાં હિટ રહી હતી. ઘણા લોકોએ ફિલ્મ રિલીઝ થયા પછી તેની ટીકા પણ કરી હતી.

સિંગાપોરે પણ મુક્યો હતો પ્રતિબંધ

સિંગાપોરે પણ મુક્યો હતો પ્રતિબંધ

સિંગાપોરમાં પણ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિંગાપોર સરકારે કહ્યુ હતુ કે ફિલ્મમાં મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે ભારતમાં ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મને મોટાભાગના ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી હતી.

English summary
IFFI jury Nadav Lapid says The Kashmir Files is a propaganda and vulgar movie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X