Pics : બૉલીવુડથી જે મળ્યું, તેનાથી ખુશ છે ઇલિયાના
મુંબઈ, 8 જૂન : દક્ષિણ ભારતીય અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે મોટી આશાઓ કે આકાંક્ષાઓ નથી ધરાવતાં. ઇલિયાના અત્યાર સુધી બૉલીવુડ તરફથી જે કંઈ મળ્યું છે કે મળી રહ્યું છે, તેનાથી ખુશ છે.
બર્ફી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર ઇલિયાના ધીરે-ધીરે હિન્દી સિને જગતમાં પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા પામતા જાય છે. રણબીર કપૂર તથા પ્રિયંકા ચોપરા અભિનીત બર્ફી ફિલ્મમાં ઇલિયાનાના અભિનયના ભારે વખાણ થયા હતાં.
ઇલિયાનાએ શુક્રવારે એક શૅમ્પૂ બ્રાન્ડના લૉન્ચિંગ પ્રસંગે પોતાના બૉલીવુડ કૅરિયર અંગે વધુ વિગતો જણાવી. આવો જોઇએ તસવીરો સાથે.

આટલી અપેક્ષા નહોતી
ઇલિયાનાએ શુક્રવારે એક શૅમ્પૂ બ્રાન્ડના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે તેઓને બૉલીવુડ પાસેથી ઘણું મળ્યું છે. એટલી અપેક્ષા નહોતી તેમની.

બર્ફીથી શરુઆત
ઇલિયાના ડીક્રૂઝે બૉલીવુડ કૅરિયરની શરુઆત બર્ફી ફિલ્મ દ્વારા કરી હતી. રણબીર-પ્રિયંકાના લીડ રોલ ધરાવતી આ ફિલ્મમાં ઇલિયાનાના અભિનયના ભારે વખાણ થયા હતાં.

ખુશ થયાં ઇલિયાના
ઇલિયાનાએ જણાવ્યું - હકીકતમાં હું વગર અપેક્ષાઓએ બૉલીવુડમાં આવી હતી. મેં કોઈ અપેક્ષા નહોતી રાખી કે બર્ફીમાં મારા અભિનયને વખાણવામાં આવશે. બહુ ખુશી થઈ મને.

કૃતજ્ઞતાનો અહેસાસ
ઇલિયાના કહે છે - જ્યારે બર્ફીમાં મારા અભિનયના વખાણ થયાં, તો હું ખૂબ જ લાગણીશીલ અને કૃતજ્ઞ થઈ ગઈ હતી.

ફટા પોસ્ટર નિકલા હીરો
ઇલિયાનાની હવે પછીની બૉલીવુડ ફિલ્મ છે ફટા પોસ્ટર નિકલા હીરો. તેમાં શાહિદ કપૂર તેમના હીરો છે.

સંતુષ્ટ છું
ઇલિયાનાનું કહેવું છે - મને જે રીતે ફિલ્મો મળી રહી છે અને મારું અત્યાર સુધીનું જેવું કૅરિયર રહ્યું છે, તેનાથી હું સંતુષ્ટ છું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
