Pics : વર્વ મૅગેઝીનના કવર પેજ પર દુલ્હન બન્યાં ઇલિયાના

મુંબઈ, 11 જૂન : દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેત્રી અને બૉલીવુડ ફિલ્મ બર્ફીમાં શાનદાર અભિનય કરનાર ઇલિયાના ડીક્રૂઝ દુલ્હન તરીકે ખીલી ઉઠ્યાં છે. ઇલિયાનાએ તાજેતરમાં જ એક મૅગેઝીન માટે દુલ્હન તરીકે ફોટોશૂટ કરાવ્યું છે.

ટુંકમાં જ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં દેખાનાર ઇલિયાના હવે ધીરે-ધીરે બૉલીવુડમાં પગ જમાવતાં જાય છે. તેમણે બર્ફી ફિલ્મમાં શાનદાર અભિનય કર્યુ હતું અને તેમની આગામી ફિલ્મ રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો છે કે જેમાં તેમના હીરો શાહિદ કપૂર છે.

ઇલિયાના બૉલીવુડમાં પોતાની પ્રગતિથી સંતુષ્ટ છે. તાજેતરમાં જ તેમણે વર્વ મૅગેઝીનની સપ્ટેમ્બર 2013ની આવૃત્તિ માટે દુલ્હનની પોશાકમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન ઇલિયાના દુલ્હન તરીકે ખીલી ઉઠ્યા હતાં.

આવો તસવીરોમાં જોઇએ ઇલિયાના અને જાણીએ તેમના વિશે વધુ :

બર્ફીથી શરુઆત

બર્ફીથી શરુઆત

દેવદાસુ તથા પોકિરી જેવી સાઉથની ફિલ્મોમાં કરી ચુકેલાં ઇલિયાનાએ બૉલીવુડમાં બર્ફી ફિલ્મથી શરુઆત કરી હતી. ફટા પોસ્ટર નિકલા હીરો તેમની બીજી ફિલ્મ છે.

રાજકુમાર સંતોષી

રાજકુમાર સંતોષી

રોમાંચથી ભરપૂર પીપીએનએચ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. સંતોષી અગાઉ અંદાઝ અપના અપના તથા અજબ પ્રેમ કી ગઝબ કહાની જેવી હળવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.

શાહિદ સાથે જામશે જોડી

શાહિદ સાથે જામશે જોડી

ઇલિયાના ડીક્રૂઝ કહે છે કે ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ કપૂર સાથે તેમની જોડી જરૂર લોકોને ગમશે.

આટલી અપેક્ષા નહોતી

આટલી અપેક્ષા નહોતી

ઇલિયાનાએ તાજેતરમાં જ એક ઇવેંટમાં પણ જણાવ્યું હતું કે તેઓને બૉલીવુડ પાસેથી ઘણું મળ્યું છે. એટલી અપેક્ષા નહોતી તેમની.

કૃતજ્ઞતાનો અહેસાસ

કૃતજ્ઞતાનો અહેસાસ

ઇલિયાના કહે છે - જ્યારે બર્ફીમાં મારા અભિનયના વખાણ થયાં, તો હું ખૂબ જ લાગણીશીલ અને કૃતજ્ઞ થઈ ગઈ હતી.

સંતુષ્ટ છું

સંતુષ્ટ છું

ઇલિયાનાની હવે પછીની બૉલીવુડ ફિલ્મ છે ફટા પોસ્ટર નિકલા હીરો. તેનાથી હું સંતુષ્ટ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X