શાહિદ પછી હવે ઇમરાન પણ બન્યાં કમીને !
મુંબઈ, 5 જાન્યુઆરી : લાગે છે કે ઇમરાન ખાનના દિવસો ફરવાનાં છે. એટલે જ તો વિશાલ ભારદ્વાજ માટે તેઓ ખૂબ વ્હાલા થઈ ગયાં છે. એટલે જ તો વિશાલ હવે તેમને પોતાની સફળ ફિલ્મ કમીનેની સિક્વલમાં કાસ્ટ કરવા જઈ રહ્યાં છે. શાહિદ કપૂરનું માર્કેટ ખૂબ ડાઉન છે. તેથી હવે શાહિદ કપૂરના સ્થાને ઇમરાન ખાનને સાઇન કરવામાં આવી રહ્યાં છે. વિશાલના જણાવ્યા મુજબ ઇમરાન ખૂબ મહેનતુ અને સારા અભિનેતા છે. તેથી તેઓ તેમની સાથે કમીને પાર્ટ 2 બનાવવા જઈ રહ્યાં છે. જોકે નોંધનીય બાબત એ છે કે કમીને પાર્ટ 2માં પ્રિયંકા ચોપરા પણ નહીં હોય.

ખેર ઇમરાન હાલ વિશાલની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે ઇમરાને જણાવ્યું કે ફિલ્મમાં તેઓ એક શિક્ષિત ગામડિયા યુવકની ભૂમિકામાં છે કે જે ગામની હાલત સુધારવા માંગે છે. ગામને થોડાંક દુષ્ટ રાજકારણીઓએ બર્બાદ કરી નાંખ્યું છે. આ સંઘર્ષમાં તેનો સાથ આપે છે ફિલ્મની હીરોઇન અનુષ્કા શર્મા એટલે કે બિજલી. તેઓ રાજકારણી પંકજ કપૂરના પુત્રી છે. બિજલી એક શહેરી યુવતી છે. તેને શિક્ષિત ગામડિયા મટરૂ એટલે કે ઇમરાન સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મ 11મી જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે
આપને જણાવી દઇએ કે કમીને વર્ષ 2010ની સુપર હિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ બાદ શાહિદે એક પણ હિટ ફિલ્મ નથી આપી. તેથી હવે વિશાલના દિલમાં શાહિદનું સ્થાન ઇમરાને લઈ લીધું છે.












Click it and Unblock the Notifications
