મટરૂની વિજળી થઈ ઇમરાન ઉપર ફિદા
મુંબઈ, 17 ઑક્ટોબર : આપ વિચારતાં હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ. અમે વાત કરી રહ્યાં છીએ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની આવનાર ફિલ્મ મટરૂ કી બિજલી કા મન્ડોલા વિશે. તેમાં વિજળી બની છે અનુષ્કા શર્મા. તેનું દિલ પોતાના કો-સ્ટાર ઇમરાન ખાન ઉપર આવી ગયું છે. અરે રીયલ લાઇફમાં નહિં, રીલ લાઇફમાં. જોકે રીયલ લાઇફમાં અનુષ્કાએ માત્ર વખાણો કર્યાં છે ઇમરાન ખાનના.

અનુષ્કાએ જણાવ્યું કે ઇમરાન ખાન ઘણાં જ મહેનતું કલાકાર છે. હું તેમની સાથે પ્રથમ વાર કામ કરી રહીછું. તેઓ બહુ હસમુખા છે અને વાર્તા માટે એકદમ ફિટ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે અમે ફિલ્મમાં આટલી જુદી રીતે દેખાશું. મને લાગે છે કે ઇમરાન ફિલ્મમાં બહુ જ શાનદાર દેખાયાં છે.
આપને જણાવી દઇએ કે આ અગાઉ પણ અનુષ્કાએ જણાવ્યું હતું કે ફિલ્મ ઓમકારા જોયા બાદ જ તેઓ વિશાલના ફૅન થઈ ગયા હતાં અને જ્યારે તેમણે મને ફિલ્મ ઑફર કરી, તો મારા પગ જમીનથી બે વેંત ઊપર થઈ ગયાં અને મેં તરત જ હા કહી નાંખી. આ તેમના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.
ઉલ્લેખનીય છે કે વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મન્ડોલામાં અનુષ્કા-ઇમરાન પહેલી વાર કૉમેડી કરતાં નજરે પડશે.












Click it and Unblock the Notifications
