ભાણા ઇમરાને મામૂ આમિરની જેમ મૂંછો ધારણ કરી
મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડમાં દરેક વ્યક્તિ આમિર ખાનની જેમ હેંડસમ લુક ઇચ્છે છે. આ ક્રેઝ નવા સ્ટાર્સમાં વધુ પડતું જોવામાં આવે છે.

ઓછું પણ બહેતર કામ કરવામાં વિશ્વાસ ધરાવતાં આમિર ખાનને ફૉલો કરવાની સ્પર્ધા ચાલતી હોય છે, તો પછી આમિરના ભાણા ઇમરાને પણ તેનું રૂપ ધર્યું તો તેમાં હંગામો કેવો?
હકીકતમાં આમિરનો ભાણિયો આજકાલ વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે અને પોતાના વજનને દમદાર તેમજ વજનદાર બનાવવા પોતાના ચહેરે મૂંછો રાખી છે, જેથી તે પોતાની ફિલ્મમાં થોડોક ઉંમરલાયક જણાય કારણ કે ફિલ્મ એક એક્શન મૂવી છે અને વગર મૂંછોએ ઇમરાન પણ પોતાના મામૂની જેમ ચૉકલેટી જ દેખાય છે.
ફિલ્મ વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ અગેનમાં ઇમરાન ખાન ટપોરીનું પાત્ર ભજવી રહ્યો છે. આ રોલ કઈંક-કઈંક આમિર ખાનની ફિલ્મ રંગીલા સાથે મળતું આવે છે.
આપને જણાવી દઇએ કે આમિર ખાનની ટુંકમાં જ રિલીઝ થનાર ફિલ્મ છે તલાશ કે જેમાં તેઓ પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં છે. પોતાના રોલને લીકથી હટીને દર્શાવવા માટે આમિરે મૂંછોનો સહારો લીધો છે. એ જોવું રસપ્રદ રહેશે કે આ મૂંછો કોને સફળતાનો સ્વાદ ચખાવે છે - મામા આમિરને કે પછી ભાણા ઇમરાનને.












Click it and Unblock the Notifications
