For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવકવેરાની ટીમ અભિનેતા સોનુ સૂદના ઘરે પહોંચી, 6 પરિસરનો કર્યો 'સર્વે'

આવક વેરા વિભાગની ટીમે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના ઘરની મુલાકાત લીધી છે. આવક વેરા વિભાગની ટીમે સોનુના ઘરનો 'સર્વે' કર્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ સોનુ સૂદના મુંબઈના છ પરિસરની તપાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : આવક વેરા વિભાગની ટીમે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના ઘરની મુલાકાત લીધી છે. આવક વેરા વિભાગની ટીમે સોનુના ઘરનો 'સર્વે' કર્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ સોનુ સૂદના મુંબઈના છ પરિસરની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદે લોકોને મદદ કરીને મીડિયા અને સામાન્ય લોકો તરફથી ઘણી પ્રશંસા મેળવી છે. અહેવાલો અનુસાર IT ટીમ હાલમાં સોનુની મુંબઈ ઓફિસમાં હાજર છે.

Sonu Sood

તેમની એક મિલકતના અકાઉન્ટ બૂકમાં ગેરરીતિના આરોપો બાદ ટીમ મિલકતનો સર્વે કરી રહી છે. સોનુના ઘર સિવાય IT ટીમે સોનુ સૂદની કંપનીઓ સાથે સંબંધિત 6 જગ્યાઓનો સર્વે પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવનારા 'સર્વે (ખાતાનું નિરીક્ષણ)

અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યાપાર પરિસર અને જોડાયેલા પરિસરમાં તપાસ કરે છે. જો કે, સત્તાવાળાઓ દસ્તાવેજો જપ્ત કરી શકે છે. અત્યાર સુધી આ સમગ્ર ઘટના પર સોનુ સૂદ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સોનુ સૂદ કોરોના કાળમાં જરૂરિયાતમંદોના ઉદ્ધારક તરીકે ઉભરી આવ્યા છે. તેમણે માત્ર ઘણા લોકોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી ન હતી. આ સાથે તેમને દવાઓ, ઓક્સિજન સિલિન્ડર જેવી વસ્તુઓ પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી હતી.

તાજેતરમાં, તેમને દિલ્હી સરકારના માર્ગદર્શક કાર્યક્રમ સાથે જોડાયા હતા. જે શાળાના બાળકો માટે ચલાવવામાં આવતો ખાસ કાર્યક્રમ છે. કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદ તેમના સામાજિક કાર્ય માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. ગત વર્ષે લોકડાઉન દરમિયાન, સોનુએ મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવાનું નોંધપાત્ર કામ કર્યું હતું. ખાનગી બસ અને વિમાન મારફતે, સોનુ ફસાયેલા લોકોને તેમના વતન અને રાજ્યોમાં પહોંચાડી રહ્યો હતો, ટ્વિટર સોનુની મદદ માંગતા લોકોથી છલકાઈ ગયું હતું. સોનુએ લોકોની મદદ માટે હેલ્પલાઇન પણ શરૂ કરી હતી.

લોકડાઉનથી શરૂ થયેલી મદદની પ્રક્રિયા હજૂ ચાલુ છે. જરૂરિયાતમંદો ટ્વિટર દ્વારા સોનુ અને તેમની ટીમનો પણ સંપર્ક કરે છે. તાજેતરમાં દિલ્હી સરકારે સોનુને મેન્ટરશિપ પ્રોગ્રામનો ચહેરો (એમ્બ્રેસેન્ડર) બનાવ્યો હતો. આ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદ સાથે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સોનુ આવા બાળકોને માર્ગદર્શન આપશે, જેઓ અસુવિધાઓથી પીડાઇ રહ્યા છે. આ સાથે સોનું સુદ ભણેલા ગણેલા લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે પણ પ્રેરિત કરશે.

સોનુ ટ્વિટર પર પણ ખૂબ સક્રિય છે અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તેના ફોલોઅર્સ અને જરૂરિયાતમંદ લોકો સાથે સંપર્ક અને સંવાદ કરવા માટે કરે છે. રાજકીય પક્ષો સાથે સોનુની નિકટતાને કારણે રાજકારણમાં તેના સક્રિય થવાની શક્યતાઓ વિશે ઘણી વખત ચર્ચા થાય છે. જો કે, સોનુ આ વાતને નકારી રહ્યો છે.

સોનુના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો, સોનુ હવે પૃથ્વીરાજમાં અક્ષય કુમારની સામે જોવા મળશે. ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.

English summary
A team from the Income Tax Department has visited the house of Bollywood actor Sonu Sood in Mumbai. A team from the Income Tax Department has conducted a 'survey' of Sonu's house. Income tax officials are investigating six premises of Sonu Sood in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X