સુચિત્રાની આંધીથી ગભરાઈ ગયા હતાં લોખંડી મહિલા!

Posted By:
Subscribe to Oneindia News

કોલકાતા, 17 જાન્યુઆરી : પોતાના જમાનાના જાજરમાન અભિનેત્રી અને દેવદાસના પારો સુચિત્રા સેનનું શુક્રવારે કોલકાતાની એક હૉસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થઈ ગયું. તેઓ 83 વર્ષના હતાં. શુક્રવારે સવારે 8.25 વાગ્યે હૃદય રોગના હુમલા બાદ તેમને બચાવી ન શકાયાં. તેમને સતત ઑક્સીજન થેરેપી, ચેસ્ટ ફિજિયોથેરેપી અને નેબુલાઇઝેશન ઉપર રખાયા હતાં. તેઓ બરાબર ભોજન પણ નથી કરી શકતાં કે જેથી તેમનું આરોગ્ય સતત કથળતુ જતુ હતું. 50ના દાયકામાં પોતાના અભિનયનાબળે સૌના દિલોમાં રાજ કરનાર સુચિત્રા સેન કોલકાતાના સેન બેલ વ્યૂ ક્લિનિકમાં સારવાર હેઠળ હતાં.

suchitra-sen-and-indira-gandh
લોકોને ખાસ તો નવી પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ સુચિત્રા સેનની સૌથી સફળ ફિલ્મ આંધીથી તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી બી ગયા હતાં. હા જી, આંધી ફિલ્મમાં ડાયલૉગ હતો - જિસે લોગ મેરા નાજાયઝ પ્રેમી કહ રહે હૈં ઉસકી બીવી હૂં મૈં... આ ફિલ્મ ઉપર તે વખતે બૅન લગાવાયુ હતું. 1975માં આવેલી ગીતકાર ગુલઝારની ફિલ્મ આંધી ભારતીય રાજકારણ પર આધારિત હતી. ફિલ્મની વાર્તા અને ખાસ તો સુચિત્રાનું પાત્ર આરતી દેવી તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથે મળતુ આવતુ હતું.

જોકે ગુલઝારે આ પાત્ર તે વખતના રાજકારણમાં ઉગ્ર તારકેશ્વર સિન્હાથી પ્રેરાઈ લીધુ હતું. સુચિત્રા સેનના પાત્ર આરતી દેવીનો લુક હુબહુ ઇંદિરા ગાંધી જેવો હતો. તેમની સાડી પહેરવાની રીત, ચાલવાની રીત, વાળમાં માથાની ઉપર વાળોનો એક સફેદ ગુચ્છો પણ બિલ્કુલ ઇંદિરા ગાંધીની જેમ જ હતો. ફિલ્મની વાર્તા તથા આરતી દેવીના ગેટ-અપે રાજકીય શેરીઓમાં સનસનાટી મચાવી દીધી હતી. દક્ષિણ ભારતમાં ચોંટાડવામાં આવેલા કેટલાંક પોસ્ટરોમાં તો લખી દેવાયુ હતું - આપના વડાપ્રધાનને જુઓ પડદા ઉપર.

દિલ્હીના એક સમાચાર પત્રમાં એક જાહેરખબર પ્રસિદ્ધ થઈ કે જેમાં લખવામાં આવ્યુ હતું - ભારતની આઝાદી બાદ એક મહાન રાજકારણી મહિલાની વાર્તા. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પણ આ ફિલ્મ નહોતી જોઈ, પણ અફવાઓના પગલે તેમણે પોતાના સ્ટાફને આ ફિલ્મ જોઈ જણાવવા કહ્યું કે આ ફિલ્મ સિનેમા ઘરોમાં દર્શાવવા યોગ્ય છે કે નહીં? પીએમના સ્ટાફે ફિલ્મને ક્લીન ચિટ આપી દીધી.

તે વખતના માહિતી અને પ્રસારણ મંત્રી આઈ કે ગુજરાલે પણ ફિલ્મનું શૂટિંગ જોયુ હતું અને જણાવ્યુ કે આરતી દેવીના પાત્ર અને વડાપ્રધાન વચ્ચે કોઈ સમાનતા નથી. આ તમામ કારણોના પગલે વિરોધ પક્ષોને એક સારી તક મળી ગઈ. ખાસ તો ગુજરાતના વિરોધ પક્ષોએ આંધી ફિલ્મના કેટલાંક દૃશ્યોને વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બહુ ઉછાળ્યાં. આ દૃશ્યોમાં આરતી દેવીને દારૂ તેમજ સિગરેટ પીતા દર્શાવાયા હતાં. પછી અફવાઓ અને આરોપોના પગલે આંધી ફિલ્મ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો. જોકે બૅન કરતા પહેલા ફિલ્મ 20 સપ્તાહ સુધી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી ચુકી હતી.

English summary
The condition of iconic Bengali actress Suchitra Sen, who was put on non-invasive ventilator support after her condition deteriorated, has slightly stabilised but she is not yet out of danger, a medical bulletin said Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.