મટરૂ... દ્વારા ઇતિહાસ સર્જશે વિશાલ ભારદ્વાજ

મુંબઈ, 9 જાન્યુઆરી : ભલે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ હાલ ઈજાગ્રસ્ત હોય અને બિછાને આરામ કરતાં હોય, પરંતુ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે મટરૂ દ્વારા વિશાલ નવો ઇતિહાસ રચવા જઈ રહ્યાં છે. ફિલ્મી પંડિતોની માનીએ તો વિશાલ મટરૂ બાદ તેવા દિગ્દર્શકોની યાદીમાં શામેલ થઈ જશે કે જેઓ વિદેશી એટલે કે મૉડ રોલ કરનાર સિતારાઓને ગામડિયું બનાવી દે છે.

ફિલ્મ ઓમકારામાં કરીના કપૂર, ઇશ્કિયામાં વિદ્યા બાલન પાસે ગામડિયાની ભૂમિકા કરાવનાર વિશાલ મટરૂ દ્વારા અનુષ્કા શર્માને ગામની બિજલી બનાવવામાં વ્યસ્ત છે, તો અત્યાર સુધી મૉડર્ન લુક ધરાવતાં ઇમરાન ખાન પણ આ ફિલ્મ વડે ગ્રામ્ય પરિવેશમાં પગલું મુકવા જઈ રહ્યાં છે. નોંધનીય છે કે વિશાલ ભારદ્વાજ ગુડગાંવ ખાતે એક ફૅશન શોમાં સ્ટેજ ઉપર પડી જતાં ઈજાગ્રસ્ત થઈ ગયાં છે.

મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મ ખૂબ ચર્ચામાં છે અને તેમાં પંકજ કપૂર, શબાના આઝમી, આર્ય બબ્બર તથા ગુલાબો ભેંસ પણ ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 11મી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X