Don't Miss : જુઓ સલમાનની બર્થ ડે પાર્ટીના Inside Pics

મુંબઈ, 30 ડિસેમ્બર : સલમાન ખાને ગત 27મી ડિસેમ્બરે પોતાનો 49મો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો. જન્મ દિવસ પ્રસંગે સલમાને પનવેલ ખાતે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં એક શાનદાર પાર્ટી યોજી હતી કે જેનો ભાગ બન્યા બૉલીવુડના અનેક દિગ્ગજો. તેમાં સુનીલ શેટ્ટી, અજય દેવગણ, રીતેશ દેશમુખ, સોહા અલી ખાન, ચંકી પાન્ડેનો સમાવેશ થાય છે. આ પાર્ટીની અનેક તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ અમે અહીં રજૂ કરવાના છીએ કેટલાક ઇનસાઇડ પિક્સ કે જે કદાચ તમારી નજરોથી બાકાત રહી ગયા હશે.

સલમાનની આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા તથા જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર, બિગ બૉસ 7ના સ્પર્ધક કુશાલ ટંડન તથા ગૌહર ખાન સહિત બૉલીવુડ-ટેલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, તો સલમાનની બહેનો અલવીરા ખાન, અર્પિતા ખાન ઉપરાંત અન્ય પરિજનો પણ હાજર રહ્યા હતાં. વિદ્યા બાલન, સિદ્ધાર્થરૉય કપૂર, સોનાક્ષી સિન્હા, ઇમરાન ખાન, સોહા અલી ખાન, કુણાલ ખેમૂ, રીતેશ દેશમુખ પણ સલમાનની પાર્ટીમાં તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં, તો આમિર ખાન અને શાહરુખ ખાન તથા કૅટરીના કૈફ, કરીના કપૂર અને કરિશ્મા કપૂર, જૅકલીન ફર્નાન્ડીઝ જેવી હસ્તીઓ મિસ્ડ હતી. દીપિકા પાદુકોણે પણ આ પાર્ટીમાં નહોતા પહોંચ્યાં.

ચાલો આપને બતાવીએ સલમાનની બર્થ ડે પાર્ટીના ઇનસાઇડ પિક્સ :

બર્થ ડે કેક

બર્થ ડે કેક

સલમાન ખાનનું સ્પેશિયલ બર્થ ડે કેક. 49મો જન્મ દિવસ ઉજવતા સલમાને આ તસવીર ટ્વીટ કરી હતી.

પરિવાર સાથે સલમાન

પરિવાર સાથે સલમાન

બર્થ ડે પાર્ટીમાં માતા સલમા, બહેન અર્પિતા અને બનેવી આયુષ શર્મા સાથે સલમાન ખાન.

ભાઈ-બંધુઓ સાથે

ભાઈ-બંધુઓ સાથે

સુનીલ શેટ્ટી, અજય દેવગણ, સોહેલ ખાન અને અર્પિતા ખાન સાથે સલમાન.

સેલ્ફી

સેલ્ફી

સલમાનની બર્થ ડે પાર્ટીમાં પ્રિયંકા ચોપરા, કુશાલ ટંડન અને કરણ જૌહરની સેલ્ફી.

પાર્ટી

પાર્ટી

સલમાનની બર્થ ડે પાર્ટી પનવેલ ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી.

વાહ

વાહ

અર્પિતા-આયુષ સાથે પોઝ આપતાં પ્રિયંકા-કરણ.

મિનીષા લાંબા

મિનીષા લાંબા

બૉલીવુડ અભિનેત્રી મિનીષા લાંબા પણ સલમાનની પાર્ટીમાં દેખાયા હતાં.

સલમાન-ગૌહર

સલમાન-ગૌહર

આયટમ ગર્લ ગૌહર ખાન સાથે સલમાનની સેલ્ફી. બિગ બૉસ 7 દરમિયાન ગૌહર સલમાનની નજીક આવ્યા હતાં.

સલમાન-રશ્મિ

સલમાન-રશ્મિ

રશ્મિ દેસાઈ પણ સલમાનની બર્થ ડે પાર્ટીમાં આવ્યા હતાં. સલમાને જ તો રશ્મિને દબંગ 2 દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરાવ્યુ હતું.

એલી અવરમ

એલી અવરમ

મિકી વાયરસ દ્વારા મનીષ પૉલ સાથે ડેબ્યુ કરનાર એલી અવરમ પણ સલમાનની પાર્ટીનો ભાગ બન્યા હતાં.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

આયટમ ગર્લ અને સલમાનના ભાભી મલાઇકા અરોરા ખાન મિનીષા લાંબા સાથે પોઝ આપતા જણાય છે.

સલમાન-અર્પિતા

સલમાન-અર્પિતા

સલમાનની બહેન અર્પિતા ખાન તથા બનેવી આયુષ શર્મા સાથેનું કૅન્ડિડ પિક્ચર.

અલવીરા ખાન

અલવીરા ખાન

સલમાનના મોટા બહેન અલવીરા ખાન કે જેમણે અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કરેલા છે.

કેક કટિંગ

કેક કટિંગ

કેક કાપ્યા બાદ સલમાન પોતાની નવવિવાહિત બહેન અર્પિતાને કેક ખવડાવતા નજરે પડે છે. પાછળ બનેવી આયુષ પણ જણાય છે.

ડૅઝી શાહ

ડૅઝી શાહ

જય હો દ્વારા ડૅઝી શાહને બૉલીવુડ ડેબ્યુ કરાવનાર સલમાનને ડૅઝી કેમ ભૂલી શકે.

ફૅમિલી તસવીર

ફૅમિલી તસવીર

હેલન, મલાઇકા અને અરબાઝ સાથે આયુષ.

પ્રિયંકા-અર્પિતા

પ્રિયંકા-અર્પિતા

સલમાનના બહેન અર્પિતા સાથે પોઝ આપતાં પ્રિયંકા.

કરણ-સોહા

કરણ-સોહા

સલમાનની બર્થ ડે પાર્ટીમાં સોહા અલી ખાન પણ પહોંચ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X