For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એક જ દિવસે ત્રણ ફિલ્મો રિલીઝ થવા જેવી બની ગઈ ચૂંટણી’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 માર્ચ : જાણીતા બૉલીવુડ અને ટેલીવુડ અભિનેતા-એંકર શેખર સુમનને આ વખતની લોકસભા ચૂંટણી 2014 એવી લાગે છે કે જાણે એક જ દિવસે ત્રણ ફિલ્મો રિલીઝ થતી હોય. શેખર સુમનનો અહીં ત્રણ ફિલ્મોનો મતલબ છે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ. તેઓ કહે છે કે ત્રણ રાજકીય પક્ષો ચૂંટણી મેદાને હોવાના કારણે લોકસભા ચૂંટણી એકદમ તેવી જ રસપ્રદ બની ગઈ છે કે જેમ એક જ સમયે બૉક્સ ઑફિસે ત્રણ ફિલ્મો રિલીઝ થતા બને છે.

શેખર સુમન અગાઉ કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી 2009માં પાટના સાહિબથી ઝંપલાવી ચુક્યાં છે. શેખર કહે છે - આ પ્રકારની ચૂંટણી અગાઉ ક્યારેય નથી થઈ. એ સાચુ છે કે આઝાદી બાદ કોંગ્રેસ 50 વર્ષ સુધી શાસન કર્યું અને ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપે પણ 1998-2004 સુધી સરકાર ચલાવી. તેમણે જણાવ્યું - આ વખતે લોકો નરેન્દ્ર મોદીની લહેર કહી રહ્યાં છે કે જે સૌને વહાવી લઈ જશે. પછી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એટલે કે આપ પણ છે. આ ત્રિકોણીય સંઘર્ષ એક જ દિવસે રિલીઝ થતી ત્રણ ફિલ્મો અને બૉક્સ ઑફિસની લડાઈ જેવો છે.

53 વર્ષીય શેખર સુમન મુંબઈમાં એનઆરઆઈ ઑફ ઈયર ઍવૉર્ડ્સ સમારંભમાં બોલી રહ્યા હતાં. તેઓ આશા કરે છે કે દેશને એક સારી સરકાર મળે. શેખર 2009માં પટના સાહિબ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા સામે ચૂંટણી લડ્યા હતાં. શેખર શત્રુઘ્ન સામે મોટા અંતરે હારી ગયા હતાં. શત્રુઘ્ન સિન્હા આ વખતે પણ પટના સાહિબથી જ ભાજપના ઉમેદવાર છે.

ચાલો જોઇએ એનઆરઆઈ ઑફ ઈયર ઍવૉર્ડ્સ સમારંભની તસવીરી ઝલક :

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભમાં આફતાબ શિવદાસાણી અને સોના મહાપાત્ર.

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભમાં અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન.

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભમાં દિવ્યા દત્તા તથા નાગેશ કુકુનૂર અને મોનાલી.

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભમાં પૂજા બેદી, પ્રસૂન જોશી, શેખર સુમન અને દિવ્યા દત્તા.

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભ

એનઆરઆઈ ઍવૉર્ડ્સ સમારંભમાં સોના મહાપાત્ર.

English summary
Actor Shekhar Suman, who fought the Lok Sabha election in 2009 on a Congress ticket, says the forthcoming general election has created an interesting environment with three parties fighting it out, just like three films would at the box office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X