For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IOSIS ફ્રૉડ કેસમાં લખનઉ પોલિસે શિલ્પા શેટ્ટીને આપી નોટિસ, 3 દિવસમાં આપવો પડશે જવાબ

પતિ રાજ કુંદ્રા પૉર્નોગ્રાફી કેસના કારણે પોલિસની કસ્ટડીમાં છે. વળી, હવે લખનઉ પોલિસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. તેના પતિ રાજ કુંદ્રા પૉર્નોગ્રાફી કેસના કારણે પોલિસની કસ્ટડીમાં છે. વળી, હવે લખનઉ પોલિસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં, ઓયસિસ વેલનેસ સેન્ટર કૌભાંડમાં શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદ શેટ્ટી પર વિભૂતિખંડ પોલિસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર લખનઉમાં વેલનનેસ સેન્ટરની ફ્રેન્ચાઈઝી લેનાર જ્યોત્સના ચૌહાણની ફરિયાદ પર નોંધવામાં આવી હતી.

shilpa shetty

આ અંગે બુધવારે 11 ઓગસ્ટે લખનઉ પોલિસની એક ટીમ મુંબઈ સ્થિત શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી અને નોટિસ આપીને જતી રહી. આ નોટિસ અભિનેત્રી ગેરહાજર હોવા પર તેના મેનેજરે રિસીવ કરી. તમને જણાવી દઈએ કે નોટિસમાં યુપી પોલિસે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે ઘણા સવાલોના જવાબ માંગ્યા છે. જવાબ આપવા માટે તેણે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જો આ દરમિયાન જો નોટિસનો જવાબ ન આપવામાં આવે તો પોલિસ કાર્યવાહી થશે.

શું છે કેસ

એડીસીપી કાસિમ આબ્દીના જણાવ્યા મુજબ 19 જૂન, 2020ના રોજ જ્યાત્સનાએ ઓયસિસ કંપનીના નિર્દેશક શિલ્પા શેટ્ટી કુંદ્રા અને તેની મા સુનંદા શેટ્ટી સામે એક કરોડ 69 લાખ હડપી લેવાનો કેસ કર્યો હતો. કંપની સાથે જોડાયેલા વિનય ભસીન, આશા, પૂનમ ઝા અને અનામિકા ચતુર્વેદી પણ આરોપી હતા. જ્યોત્સનાનો દાવો હતો કે ફ્રેન્ચાઈઝી માટે કરોડો રૂપિયા લીધા બાદ તેમને ઓછી ગુણવત્તાના ઉત્પાદનો મોંઘા ભાવે વેચવામાં આવ્યા હતા. વિભૂતિંખંડ પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ કેસની તપાસ ચિનહટ પોલિસ કરી રહી છે.

ત્રણ દિવસમાં માંગ્યો જવાબ

એડીસીપીના જણાવ્યા મુજબ મંગળવારે બીબીડી પોલિસ સ્ટેશન ઈન્ચાર્જ અજય શુક્લને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. ફિલ્મ અભિનેત્રી ન મળવા પર તેના મેનેજરને નોટિસ આપવામાં આવી છે. આનો જવાબ ત્રણ દિવસની અંદર આપવાનો છે. કેસમાં આરોપી બનાવવામાં આવેલ કિરાણ બાબાને પણ પૂછપરછની નોટિસ આપવામાં આવી છે.

English summary
Shilpa Shetty has given notice by Lucknow police in IOSIS fraud case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X