Video: કેન્સરનો ઈલાજ કરાવી ભારત આવ્યા ઈરફાન, એરપોર્ટ પર છૂપાવ્યો ચહેરો
અભિનેતા ઈરફાન ખાન ઘણા સમયથી કેન્સરથી પીડિત છે અને પોતાનો ઈલાજ કરાવી ભારત પાછા આવી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા છે.
અભિનેતા ઈરફાન ખાન ઘણા સમયથી કેન્સરથી પીડિત છે અને પોતાનો ઈલાજ અમેરિકામાં કરાવી રહ્યા હતા. હવે તે ભારત પાછા આવી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા છે. ઈરફાન ખાને પોતાને છૂપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે કેમેરાની નજરથી બચી ન શક્યા. એરપોર્ટ પર તેમણે પહોંચતા જ પોતાનો ચહેરો રૂમાલથી ઢાંકી લીધો અને માથા પર હેટ પહેરી લીધી.

ઉલ્લેખનીય છે કે 52 વર્ષીય આ અભિનેતાને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર નામની બિમારી થઈ છે જેનો ઈલાજ ચાલી રહ્યો છે. તે જલ્દી હિંદી મીડિયમની શૂટિંગ શરૂ કરશે. મુંબઈ એરપોર્ટથી તેમના જે ફોટા આવ્યા છે તેમાં તે મુંબઈથી બહાર જતા દેખાયા.
ઈરફાન ખાન વિશે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે તેમને કહાની સંભળાવવા અને કાસ્ટ કરવા માટે નિર્માતા નિર્દેશક હોસ્પિટલ સુધી પહોંચી ગયા હતા. નિર્દેશક તિગ્માંશુ ધૂલિયા જે તેમના ઘણા સારા દોસ્ત છે.. તેમણે કહ્યુ કે તે ફરીથી ઈચ્છે છે કે ઈરફાન સાથે કોઈ ફિલ્મમાં સાથે જરૂર કામ કરે. તે આના પર વિચાર કરી રહ્યા છે. હિંદી મીડિયમના પહેલા પાર્ટમાં ઈરફાન સાથે એક્ટ્રેસ સબા કમર જોવા મળી હતી. ઈરફાન ગયા વર્ષે 'બ્લેકમેલ', 'કારવાં' અને 'પઝલ'માં જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
