ઈરફાન ખાનની આ છેલ્લી ફિલ્મ 2021માં થશે રિલીઝ, જુઓ પોસ્ટર અને વીડિયો
ઈરફાન ખાનના ફેન્સ માટે ખુશખબરી છે કે બૉલિવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થવા જઈ રહી છે.
irrfan khan's last film: વર્ષ 2020માં બૉલિવુડના ઘણા મોટા સ્ટાર્સ દુનિયાને અલવિદા કહી ગયા. આમાં બૉલિવુડના ઉત્કૃષ્ટ કલાકાર ઈરફાન ખાન પણ શામેલ હતા. અભિનેતા ઈરફાન ખાનનુ મોત તેમના ફેન્સ માટે બહુ મોટો શૉક હતો પરંતુ ઈરફાન ખાનના ફેન્સ માટે ખુશખબરી છે કે બૉલિવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થવા જઈ રહી છે.

ઈરફાન ખાનની આ છેલ્લી ફિલ્મ 2021 થશે રિલીઝ
દિવંગત નેતા ઈરફાન ખાનની આ છેલ્લી ફિલ્મનુ નામ 'સોંગ ઑફ સ્કૉર્પિયન્સ' છે. તમને જણાવી દઈએ કે ઈરફાન ખાનની આ ફિલ્મ લાંબા સમયથી રિલીઝ માટે અમુક કારણોથી પેન્ડીંગ હતી. વળી, હવે આ ફિલ્મના મેકર્સે ઈરફાનની આ છેલ્લી ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ વર્ષથી અવેઈટેડ ઈરફાનની આ ફિલ્મ હવે 2021માં રિલીઝ થશે.

મેકર્સે જાહેર કર્યુ ઈરફાનની ફિલ્મનુ પોસ્ટર
આ ફિલ્મ મેકર્સે આ ફિલ્મને રિલીઝ કરતા પહેલા તેનુ એક પોસ્ટર જાહેર કર્યુ છે. મેકર્સે એ પણ માહિતી શેર કરી કે ત્રણ વર્ષ પહેલા આ ફિલ્મનુ પ્રીમિયર સ્વિત્ઝરલેન્જના લોકાર્નો ફિલ્મ ફેસ્ટીવલમાં કરવામાં આવ્યુ હતુ અને હવે તેને રિલીઝ કરવામાં આવી રહ્યુ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મના રિલીઝ થવાનુ એલાન કર્યુ છે.

જાણો ઈરફાનની છેલ્લી ફિલ્મની સ્ટોરી
અનૂપ સિંહના નિર્દેશનમાં બનેલી ઈરફાન ખાનની ફિલ્મ ધ સૉંગ ઑફ સ્કૉર્પિયન્સની સ્ટોરી એક આદિવાસી મહિલા પર કેન્દ્રીત છે. એ આદિવાસી મહિલા નૂરન છે જે આદિવાસી વિસ્તારમાં વીંછીનુ ઝેર ઉતારવાનુ કામ કરે છે. રાજસ્થાનના જેસલમેરમાં માન્યતા છે કે વીંછીએ કરડેલો વ્યક્તિ 24 કલાકમાં જ દમ તોડી દે છે. આનો માત્ર એક જ ઈલાજ છે કે જો કોઈ આવીને વીંછીના એ ઝેરને ઉતારી દે તો વ્યક્તિ બચી શકે છે. ફિલ્મની હીરોઈન નૂરને વીંછી ઉતારવાની આ કલા પોતાની દાદી ઝુબેદા પાસેથી શીખી હતી. ઈરફાન ખાન કે જે આ ફિલ્મમાં હીરો છે તે ફિલ્મમાં નૂરનના અવાજ પર મંત્રમુગ્ધ થઈને તેને પ્રેમ કરવા લાગે છે અને નૂરનને લગ્નની પ્રપોઝલ આપે છે. આ ફિલ્મમા પ્રીમિયમમાં તમે રણનો સુંદર નજારો જોઈ શકશો.
IRRFAN'S LAST MOVIE... #Irrfan's last film - #TheSongOfScorpions - to release in 2021... Directed by Anup Singh... Presented by Panorama Spotlight and 70mm Talkies. pic.twitter.com/RHJzxNYbXl
— taran adarsh (@taran_adarsh) December 28, 2020
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ










Click it and Unblock the Notifications
