For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરફાન ખાનના નિધન બાદ રાજ ખુલી ગયા, મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા હતા

ઈરફાન ખાનના નિધન બાદ રાજ ખુલી ગયા, મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા હતા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડે હાલમાં જ પોતાના બે સ્ટાર ગુમાવી દીધા છે. મહાન કલાકાર ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ઈરફાનના નિધનના આગલા જ દિવસે બૉલીવુડના મશહૂર કલાકારોમાં સામેલ ઋષિ કપૂરનું પણ નિધન થયું. કોરોના મહામારીની વચ્ચે આખો દેશ અને બૉલીવુડ ગમમાં ડૂબી ગયા. જ્યારે તેમના ચાહકો હવે તેમની વાતોને યાદ કરી રહ્યા છે. ઈરફાનના નજીકના લોકો અને બૉલીવુડમાં તેમને ઓળખ અપાવનાર ડાયરેક્ટર આસિફ કપાડિયાએ તેમને કંઈક અલગ જ ઢંગથી યાદ કર્યા.

ઈરફાનને ગુમાવવો નાના ભાઈને ગુમાવવા બરાબર

ઈરફાનને ગુમાવવો નાના ભાઈને ગુમાવવા બરાબર

ઈરફાનના નિધન બાદ ધી ગાર્ડિયનને આપેલ પોતાના ભાવુક ઈન્ટર્વ્યૂમાં આસિફ કપાડિયાએ ઈરફાન સાથે જોડાયેલા કેટલાક રાજ ખોલ્યા. ઈન્ટર્વ્યૂ દરમિયાન તેઓ અતિ ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું કે મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તેમણે કહ્યું કે કેન્સરના ઈલાજ માટે જ્યારે ઈરફાન લંડન ગયા હતા તો ત્યાં તેની સાથે હંમેશા મુલાકાત થતી હતી. તેઓ તેમના ઘરે આવતા હતા. ક્યારેક કૉફી શોપ તો ક્યારેક પાર્કમાં મળતા હતા. ઈરફાન હંમેશા પોતાની બીમારી વિશે વાત કરતા હતા. કપાડિયાએ કહ્યું કે મેં પહેલીવાર એવા કોઈને જોયો હતો જે ખુદ થયેલ કેન્સર વિશે આટલી વાતો કરતો હોય. તે પોતાની બીમારી વિશે બધુ જ જાણવા માંગતો હતો.

મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા

મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા

આસિફે જણાવ્યું કે કેન્સરથી લડી રહેલ ઈરફાન અંદરથી બહુ મજબૂત હતા. તેઓ કેન્સર સાતે મજબૂતીથી લડી રહ્યા હતા. તેઓ હંમેશા મોડી રાતે 2 વાગ્યે પણ ફોન કરતા. રાતે 2 વાગ્યે ફોનની ઘંટડી વાગતી હતી, હું ચિંતિત થઈ ફોન ઉઠાવતો હતો કે કંઈક ખરાબ ના થયું હોય, પરંતુ ઈરફાનનો જવાબ આવતો હતો કે હું તમને બહુ મિસ કરી રહ્યો હતો અને તમારી સાથે ચેટ કરવા માંગું છું. મોડી રાતે ચેટ કરવા માટે તે મને ફોન કરી દેતા હતા. ઈરફાનના નિધન બાદ આસિફે આ વાતનો ખુલાસો કર્યો અને ભાવુક થઈ ગયા.

હોટલમાં થઈ હતી પહેલી મુલાકાત

હોટલમાં થઈ હતી પહેલી મુલાકાત

આસિફે જણાવ્યું કે ઈરફાન ખાનને 1998માં મીરા નાયકે પોતાની ફિલ્મ સલામ બૉમ્બેમાં લૉન્ચ કર્યો હતો, પરંતુ તે ફિલ્મમાં તેમનો રોલ બહુ નાનો હતો. રિલીઝ થયા બાદ તે વધુ નાનો થઈ ગયો. ઈરફાન પણ આ વાતથી નારાજ હતા. વર્ષ 2001માં આસિફ પોતાની ફિલ્મ ધી વોરિયર માટે લીડ રોલ શોધી રહ્યા હતા, પરંતુ કોઈપણ રોમાંટિક ગીત વિના, કેટલાક ડાયલોગ કોઈ કરવા નહોતું માંગતું. તેમણે જણાવ્યું કે તેમની પહેલી મુલાકાત ઈરફાન સાથે મુંબઈની એક હોટલમાં થઈ હતી. ઈરફાનનો ચહેરો અને તેમની આંખોને તેઓ જોતા જ સમજી ગયા હતા કે તેમની ફિલ્મ માટે ઈરફાનથી સારું કોઈ હોય ના શકે. આ ફિલ્મ ઈરફાન અને નિર્દેશક આસિફ કપાડિયાને નવી ઉંચાઈઓ સુધી લઈ ગઈ. બૉલીવુડની સાથોસાથ હૉલીવુડમાં પણ આ ફિલ્મની ચર્ચા થઈ. કેટલાય હૉલીવુડ નિર્દેશકોએ ઈરફાન અને આસિફ સાથે કામ કરવાની ઈચ્છા જતાવી.

જાણો ઋષિ કપૂરથી કેમ નારાજ થયા હતા અમિતાભ બચ્ચન? જાણો આખો કિસ્સોજાણો ઋષિ કપૂરથી કેમ નારાજ થયા હતા અમિતાભ બચ્ચન? જાણો આખો કિસ્સો

English summary
Actor Irrfan Khan was remembered by director Asif Kapadia in a moving tribute written for the Guardian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X