શું પ્રેગનેન્ટ છે રીતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ? ફેન્સ બોલ્યા- 'આટલી જલ્દી શું હતી'
બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને દરરોજ સાથે જોવા મળે છે. આ સિવાય કપલ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરતું રહે છે. દરમિયાન, સબા આઝાદે એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં માં બનવાની છે.
સબા આઝાદની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'તમારો ગાયનેક કોણ છે?' પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'આ સમયે મારા મગજમાં માત્ર આ જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે.' હવે સબા આઝાદની આ પોસ્ટ પછી ચાહકો મૂંઝવણમાં છે કે આ પોસ્ટ શેના માટે છે.

આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રિતિક રોશન અને સબા આઝાદ લગ્ન પહેલા માતા-પિતા બનવાના છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'શું જુનિયર રિતિક આવી રહ્યો છે?'
અન્ય યુઝરે લખ્યું, 'પહેલા લગ્ન કરો.' જોકે, કેટલાક ચાહકોએ તેને જાહેરાત ગણાવી હતી. સબા આઝાદે આ પોસ્ટ શા માટે કર્યું તેનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી. હાલમાં સબા આઝાદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અગાઉ રિતિક રોશને ગણપતિ વિસર્જનની તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેતાના પરિવાર સાથે સબા આઝાદ પણ હાજર રહ્યા હતા. અભિનેતાએ શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી. જેમાં દરેક એથનિક લુકમાં જોવા મળ્યા હતા. સબા, રાકેશ રોશન, પિંકી રોશન, સુનૈના રોશન અને સુરણિકાએ ફોટામાં સાથે પોઝ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
