સુષ્મિતા સેનની લાડલીને ડેટ કરી રહ્યો છે મુનવ્વર ફારૂકી? બન્ને હાથમાં હાથ નાંથીને પાર્ટીમાં જોવા મળ્યા
બિગ બોસની ટ્રોફી ઉઠાવ્યા બાદ મુનવ્વર ફારૂકીની ખુબ ચર્ચા છે. હસીનાઓ સાથે ડેટિંગની ચર્ચાઓ વચ્ચે હવે તેનું નામ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની દિકરી સાથે જોડાયુ છે.
મુનવ્વર ફારૂકી હાલમાં એક પાર્ટીમાં એક હસીના સાથે જોવા મળ્યો હતો. હવે અહીંથી જ તેના નવા અફેરની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પાર્ટીમાં મુનવ્વર ફારુકી બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના પુત્ર રેની સાથે જોવા મળ્યો હતો અને ઓરી પણ તેની સાથે હતો. અહીંથી આ ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
બંને કારની પાછળની સીટ પર સાથે બેઠા હતા અને પછી પાર્ટીમાં પણ એક સાથે એન્ટર થયા. અહીં મુનવ્વર ફારૂકી અને રેની સેને એક સાથે પોઝ પણ આપ્યા. બન્ને વચ્ચેના બોન્ડિંગ બાદ હવે અફેરના સમાચારો વહેતા થયા છે.
બીજી મુનવ્વર અને રેનીનો આ વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સ ફરીથી ચૌક્યા છે અને સતત કોમેન્ટ કરીને દિલની વાત જણાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, બિગ બોસ 17માં મુનવ્વર ફારુકી પર તેની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેણીએ કહ્યું કેસ મુનવ્વરે લગ્ન કર્યા હતા તો પણ તે એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, બાદમાં બંને ફરી મિત્રો બની ગયા.
શોમાંથી બહાર આવ્યા બાદ પણ બંને સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. સુષ્મિતા સેનની પુત્રી રેનીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ સુટ્ટાબાજીથી તેની કારકિર્દીની શરૂઆત કરી છે.












Click it and Unblock the Notifications
