ભારતી બાદ હવે ઈશા પણ છોડશે ઝલક દિખલા જા
મુંબઈ, 28 સપ્ટેમ્બર : કલર્સના બહુચર્ચિત ડાંસ રિયાલિટી શો ઝલક દિખલા જા પોતાના ફિનાલેની બહુ જ નજીક છે, પરંતુ તેના પ્રતિસ્પર્ધીઓ શોને એકથી એક ચડિયાતા ઝટકાં આપી રહ્યાં છે. ગયા અઠવાડિયે ઝલકનો મંચ કૉમેડિયન ભારતીએ પોતાની આરોગ્ય સમસ્યાને કારણે છોડ્યો હતો, તો આ સપ્તાહે ઈશા શેરવાની આ શોને બાય-બાય કરવાની છે.

છેલ્લા ત્રણ એપિસોડથી ઈશા પરફૉર્મ નથી કરી શકી રહી. તેનો હાથ તુટી ગયો છે. હાથે પ્લાસ્ટર લાગેલું છે, પરંતુ લોકોના વોટે તેને ગ્રાંડ ફિનાલે સુધી પહોંચાડી છે. કમનસીબે ઈશા હવે આ શોમાંથી નિકળી જશે.
ઈશા તેની પાછળનું કારણ એમ જણાવશે કે ડાંસ પ્રેક્ટિસ દરમિયાન તેના ચહેરા ઉપર ઈજા થઈ છે, જેને પગલે તેને નવ ટાંકા આવ્યાં છે અને દુઃખાવાને કારણે તે ડાંસ નથી કરી શકતી. તેથી તે શો છોડી રહી છે.
જોકે સૂત્રોની માનીએ તો ઈશાને બીજી પાર્ટીઓમાં આનંદ ઉઠાવતા જોવામાં આવ્યું છે, જેથી એ કહેવું મુશ્કેલ છે કે તેને દુઃખાવો છે. સમાચાર એવા પણ છે કે ઈશાએ શોના આયોજકો પાસેથી પોતાની ઈજા સામે વળતરની માંગણી કરી છે. હવે આયોજકો શું કહે છે, તેનો હાલ ઇંતેજાર કરવો પડશે.
ઈશાને શોની સૌથી દમદાર પ્રતિસ્પર્ધી ગણવામાં આવતી હતી, પરંતુ તે હવે બહાર થઈ જશે. તેથી ઈશા વિશે જાણવા માટે તમારે આવતીકાલે રાત્રે નવ વાગ્યે જોવું પડશે ઝલક દિખલા જા.












Click it and Unblock the Notifications
