અનન્યા અને ઈશાનની લવ સ્ટોરીમાં વિલન બન્યુ ફેમિલી! શું હવે થઈ જશે બ્રેકઅપ?
લેટેસ્ટ રિપોર્ટ મુજબ અનન્યા અને ઈશાનની લવ સ્ટોરીમાં ફેમિલી વિલન બનતી જોવા મળી રહી છે.
મુંબઈઃ બૉલિવુડની ગલીઓમાં હાલમાં અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બી ટાઉનના સમાચારો અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની ડેટિંગની અફવાઓથી ભરેલા છે. બંને એક સાથે ફિલ્મ ખાલી-પીલીમાં કામ કર્યુ હતુ. જણાવવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. આ ઉપરાંત અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરને ઘણી જગ્યાએ એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા. ભલે એ બર્થડે હોય કે પછી એક સાથે ડિનર હોય, જિમ સેશન હોય કે પછી કોઈ પણ ઈવેન્ટ બંને ઘણી વાર સાથે દેખાયા છે. આ કારણોથી ઈશાન અને અનન્યા રિલેશનમાં હોવાની અફવાઓએ જન્મ લીધો. બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ અનન્યા અને ઈશાનની લવ સ્ટોરીમાં ફેમિલી વિલન બનતી જોવા મળી રહી છે.

પ્રેમમાં છે ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે
આ કંઈ નવુ નથી, ઘણી વાર બી ટાઉનના ઘણા સ્ટાર્સ એક સાથે સ્ક્રીન શેર કરતા-કરતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. સાથે ફરવાથી લઈને ઘણી જગ્યાઓએ એક સાથે સ્પૉટ થવાથી એ વાત પર મહોર લાગી જાય છે કે પ્રેમ હવે પરવાન ચડી રહ્યો છે. આવુ જ કંઈક ઘણા સમયથી અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર વચ્ચે ચાલી રહ્યુ છે. હાલમાં જ અનન્યા પાંડેને મુંબઈ એરપોર્ટ પર ઈશાન સાથે જોવામાં આવી હતી. રિપોર્ટની માનીએ તો બંને લોકોએ એક સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યુ હતુ જ્યાંથી પાછા આવતી વખતે બંને એરપોર્ટ પર દેખાયા હતા.

એકસાથે મનાવ્યુ ન્યૂ યર
ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે હાલમાં જ રાજસ્થાનના રણથંભોરમાં પોતાના નવા વર્ષની ઉજવણી માટે છવાઈ ગયા હતા. જો કે બંનેએ ક્યારેય સાથે ફોટા શેર કર્યા નથી પરંતુ જ્યારે બંનેએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક જેવી આકાશમાં ચમકતા સ્ટાર્સવાળો ફોટો શેર કર્યો તે ફેન્સને અંદાજ આવી ગયો કે તે સાથે છે. પછી એ વાત પર મહોર ત્યારે લાગી જ્યારે અનન્યા અને ઈશાન બંને રજાઓ માણીને એકસાથે મુંબઈ પાછા આવ્યા. ત્યાં સુધી કે ગયા વર્ષે આ બંને લવ બર્ડઝે માલદીવમાં સાથે સમય પણ પસાર કર્યો હતો.

રિલેશન પર પરિવાર થયો કડક!
ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે વચ્ચે ઉડી રહેલી લવ રિલેશનશિપના સમાચારો બાદ હવે બંને સ્ટાર્સનો પરિવાર ઘણો કડક થવા લાગ્યો છે. બૉલિવુડ લાઈફના રિપોર્ટ મુજબ ઈશાન અને અનન્યાના માતાપિતાએ તેમના પર કડક ફરમાન જાહેર કરી દીધુ છે. એવુ નથી કે ફેમિલી કડક થઈ રહી છે. ઈશાન અને અનન્યા એકબીજાના ઘરે જતા હતા અને તેમના પેરેન્ટસ પણ એકબીજા માટે તેમના પ્રેમ વિશે ઘણુ જાણે છે.

ફેમિલીએ કર્યુ યંગસ્ટર્સ પણ દબાણ!
જો કે ફેમિલી ઈચ્ચે છે કે બંને હજુ યંગ છે અને હજુ હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. એવામાં ઈશાન અને અનન્યાએ પોતાના કરિયર પર વધુ ફોકસ કરવુ જોઈએ કારણકે તેમની અંગત જિંદગી પર વધુ દબાણ હોય છે માટે આ તેમની પ્રોફેશનલ લાઈફથી ધ્યાન ભટકી શકે છે.

જ્યારે ઈશાન બન્યા અનન્યાની સપોર્ટ સિસ્ટમ
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ્યારે આર્યન ખાનના ડ્રગ કેસમાં અનન્યાનુ નામ વચ્ચે લાવવામાં આવ્યુ હતુ ત્યારે ઈશાન અનન્યા સાથે મજબૂતીથી ઉભેલા જોવા મળ્યા હતા. અનન્યા આ ઘટનાથી ઘણી હલી ગઈ હતી અને ઈશાન સતત તેના સંપર્કમાં હતો. ઈશાનને અનન્યા માટે બાંદ્રામાં ફૂલ ખરીદતા અને તેના ઘરે તેને મળવા માટે જતા જોવામાં આવ્યો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
