• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંતનું સત્ય જણાવવી મારી જવાબદારી, આત્મહત્યા પહેલે સુધી રિયા સાથે વાત થઇઃ થેરપિસ્ટ

|
Google Oneindia Gujarati News

સુસાન વૉકર મોફાટ, સુશાંત સિંહ રાજપૂતની થેરપિસ્ટ બરખા દત્ત અને મોજો.ડૉટ ઈનને જણાવ્યું કે લોકોને સુશાંત સિંહ રાજપૂત વિશે સત્ય જણાવવાની જવાબદારી મારી બની ગઇ છે. તેમણે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર લોકોને સુશાંત વિશે કંઇપણ બોલતા જોઇ રહ્યા છે, માટે તેઓ તેમની માનસિક સ્થિતિ વિશે અમુક ખુલાસા કરવા મજબૂર છે.

સુસાનનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂત bipolar disorderથી ગ્રસિત હતા. અને તેમની પાર્ટનર રિયા ચક્રવર્તી તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી હતી. રિયાના કહેવા પર જ સુશાંત મનો ચિકિત્સકની મદદ લઇ શક્યો હતો.

મીડિઆ આ વાત જણાવવા નહિ માંગે

મીડિઆ આ વાત જણાવવા નહિ માંગે

સુસાનનું કહેવું છે કે મીડિયાના કેટલાય સેક્શન તેમની વાત પહોંચાડવા નહિ માંગે અને માટે તેઓ ખુલીને આ વાત બોલવા માંગે છે.

સુસાન વૉકરે સુશાંત સિંહ રાજપૂત વિશે આ ઑડિયો ક્લિપમાં વાત કરી છે. જો કે કોઈપણ થેરપિસ્ટ અથવા ડૉક્ટર માટે પોતાના દર્દીની બીમારીની ડિટેલ ઉજાગર કરવી બિલકુલ ખોટું છે પરંતુ સુસાને આવું કર્યું.

રિયાના સંપર્કમાં હતી

રિયાના સંપર્કમાં હતી

સુશાંતે નવેમ્બર 2019માં પોતાની પાર્ટનર રિયા સાથે તેના ઘણા સેશન કર્યાં હતાં. અને આ દરમિયાન સુસાન, રિયાના સતત સંપર્કમાં હતી. સુસાને જણાવ્યું કે જૂન 2019માં સુશાંતના મોતના એક અઠવાડિયા પહેલા સુધી તે રિયાના સંપર્કમાં જ હતી.

બહુ બીમાર હતો સુશાંત

બહુ બીમાર હતો સુશાંત

સુશાંત સિંહ રાજપૂતને bi polar disorder નામની બીમારી હતી. આ ઉપરાંત તેઓ મોટા સ્તરે ડિપ્રેશન અને hypomaniaનો શિકાર હતો. સુસાન ઈચ્છે છે કે લોકો માનસિક બીમારીને આટલી મોટી વાત બનાવવાનું બંધ કરે. આ કેંસર કે ડાયાબીટીજની બીમારી જેમ જ સામાન્ય છે.

માનસિક વિક્ષિપ્ત જેવો વર્તાવ

માનસિક વિક્ષિપ્ત જેવો વર્તાવ

સુસાને એક ઑડિયો ક્લિપમાં સ્પષ્ટ કહ્યું કે સુશાંતની હાલત ઠીક નહોતી. તેને જે બીમારી હતી તેમાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, સમજવા વિચારવાની શક્તિ ગુમાવી દે છે અને માનસિક રૂપે વિક્ષિપ્ત જેવો વર્તાવ કરે છે.

માત્ર રિયા સાથે હતી

માત્ર રિયા સાથે હતી

આપણે માનસિક સ્થિતિને લઇ એવી સોચ અને સમાજ બનાવી રાખ્યો છે કે ક્યારેક ક્યારેક દર્દી પોતાના પરિવારને પણ હાલ કઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તે જણાવી નથી શકતો. સુસાને સ્પષ્ટ કર્યું કે રિયા, સુશાંતનો સૌથી મોટો સપોર્ટ હતી.

રિયા હિંમત આપતી હતી, સુશાંત ડરતો હતો

રિયા હિંમત આપતી હતી, સુશાંત ડરતો હતો

સુસાનનું કહેવું છે કે જ્યારે હું પહેલીવાર રિયા અને સુશાંતને કપલ તરીકે મળી હતી તો રિયાનો સુશાંત પ્રત્યે પ્રેમ, સમર્પણ અને ચિંતા જોઇ મને બહુ સારું લાગ્યું હતું. સ્પષ્ટ દેખાતું હતું કે બંને બહુ નજીક હતા. રિયા સુશાંતને હિમ્મત આપતી હતી કેમ કે સુશાંત હંમેશા ડરતો હતો કે કોઈને ખબર પડી જશે તો કે તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

મા જેવી હતી રિયા

મા જેવી હતી રિયા

જ્યારે સુશાંત બહુ વધુ બીમાર હતો તો તે રિયા પર પોતાની મા જેટલો નિર્ભર કરવા લાગ્યો હતો. અને રિયા એ કેરેક્ટરને બખુબી નિભાવતી હતી. રિયા માટે આ બહુ અઘરો સમય હતો. પોતાના કોઈ નજીકનાને એ હાલતથી પસાર થતો જોવો મુશ્કેલ હોય છે. ઉપરથી આ બધી વાતો છૂપાવી રાખવી અલગ પ્રેશર હોય છે.

બહુ ખોટું થઇ રહ્યું છે

બહુ ખોટું થઇ રહ્યું છે

રિયા પર જેવી રીતે સોશિયલ મીડિયામાં ગુસ્સો કાઢવામાં આવી રહ્યો છે તે મારા માટે ચોંકાવનારું હતું. મેં એને હંમેશા એવા માણસ તરીકે જોઇ જેને સુશાંતની બહુ ચિંતા હતી અને જે તેનું બહુ ધ્યાન રાખતી હતી. સુશાંતનું મોત કદાચ આપણા માટે એક ચેતવણી છે કે આપણે માનસિક બીમારીઓ વિશે આપણી સોચ બદલવી પડશે જેથી લોકો આને માત્ર એક બીમારી સમજી પોતાનો સારી રીતે કરાવી શકે, કોઈપણ શરમ વિના.

રિયા ઓવરડોજ આપી રહી હતી

રિયા ઓવરડોજ આપી રહી હતી

સુશાંતના પિતાનું કહેવું છે કે રિયા તેના માનસિક ઈલાજના નામે પોતાના ઘરે લઈ ગઈ હતી અને તેને દવાનો ઓવરડોઝ આપી રહી હતી.

મંજૂરી કેમ ના લીધી

મંજૂરી કેમ ના લીધી

સુશાંતના પિતાએ પૂછ્યું કે રિયા સુશાંતનો પરિવાર નહોતી તો સુશાંતના પરિવારની મંજૂરી વિના તેનો માનસિક ઈલાજ કેવી રીતે ચાલી રહ્યો હતો. પરિવારની મંજૂરી વિના આ કરવો ગેરકાયદેસર છે.

રિપોર્ટ માંગ્યો

રિપોર્ટ માંગ્યો

સુશાંતના પિતાએ પોતાની એફઆઈઆરમાં એ બધી દવાનો રિપોર્ટમ માંગ્યો જે સુશાંતના માનસિક ઈલાજના નામે તેને આપવામાં આવી રહી હતી.

કંગના રનોતના ઘરની પાસે થયું ફાયરીંગ, અભિનેત્રીએ કહ્યું- આ રીતે સુશાંત પણ ડર્યા હશેકંગના રનોતના ઘરની પાસે થયું ફાયરીંગ, અભિનેત્રીએ કહ્યું- આ રીતે સુશાંત પણ ડર્યા હશે

English summary
It's my responsibility to tell Sushant singh rajput's truth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X