ધર્મેન્દ્રની જીવન-કથા પ્રેરક : ક્રિસ્ટીના અખીવા
મુંબઈ, 28 મે : ઑસ્ટ્રેલિયન મૉડેલ તથા બૉલીવુડ અભિનેત્રી ક્રિસ્ટીના અખીવા દેઓલ પરિવારના હોમ પ્રોડક્શનની યમલા પગલા દીવાના 2 ફિલ્મનો ભાગ છે. ફિલ્મમાં કામ કરવા દરમિયામ તેમને વીતેલા જમાનાના સ્ટાર ધર્મેન્દ્ર સાથે સમય પસાર કરવાની તક મળી. ક્રિસ્ટીનાને ધર્મેન્દ્રના જીવનની કથા પ્રેરક લાગી.

ક્રિસ્ટીના અખીવા 77 વર્ષીય ધર્મેન્દ્રને ખૂબ જ દયાળુ તેમજ વિનમ્ર ગણાવે છે. ધર્મેન્દ્રે ક્રિસ્ટીનાને વધાવી અને તેમને પરિવારના સભ્ય ગણી. ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ધરાવતાં ધર્મેન્દ્રે ફિલ્મફૅર નવી પ્રતિભા ઍવૉર્ડ જીત્યા બાદ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. પછી તેઓ ફૂલ ઔર પત્થર, સત્યકામ અને શોલે જેવી ફિલ્મોમાં અભિયન કરી જાણીતા થયાં.
ક્રિસ્ટીનાએ જણાવ્યું - તેઓ મને સતત યાદ અપાવતાં રહ્યાં કે મારા અહીં હોવાનું એક કારણ છે અને તે એ કે હું સારૂં કામ કરી રહી હતી. તેમણે મને વીતેલી ઝિંદગીની અનેક વાર્તાઓ સંભળાવી અને જણાવ્યું કે તેઓ ફિલ્મોદ્યોગમાં કેવી રીતે આવ્યાં. તેમની કથા જાણવી પ્રેરણાસ્પદ હતું.
સંગીત સિવાનના દિગ્દર્શન હેઠળ નિર્મિત યમલા પગલા દીવાના 2 ફિલ્મ આગામી 7મી જૂને રિલીઝ થવાની છે. ફિલ્મની વાર્તા સન્ની દેઓલના પત્ની લિંડા દેઓલે લખી છે. ફિલ્મમાં બૉબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ છે.












Click it and Unblock the Notifications
