For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ ‘મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો?

ફિલ્મ મલંગ જોઈને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને ઘણો ગુસ્સો આવી રહ્યો છે. તેમણે ફિલ્મમાં બતાવવામાં આવેલ ડ્રગ્ઝ કલ્ચર પર વાંધો દર્શાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જાણીતા ડાયરેક્ટર મોહિત સૂરીની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મલંગ' બૉક્સ ઑફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે, લોકોને અનિલ કપૂરનો અંદાજ અને દિશા-આદિત્ય રૉય કપૂર વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ ગમી રહી છે પરંતુ આ ફિલ્મ જોઈને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને ઘણો ગુસ્સો આવી રહ્યો છે. તેમણે ફિલ્મમાં બતાવવામાં આવેલ ડ્રગ્ઝ કલ્ચર પર વાંધો દર્શાવ્યો છે.

ફિલ્મ ‘મલંગ'ને જોઈને ભડક્યા ગોવાના સીએમ

ફિલ્મ ‘મલંગ'ને જોઈને ભડક્યા ગોવાના સીએમ

તમને જણાવી દઈએ કે એક્શન-થ્રિલર ફિલ્મ મલંગ ગોવાની કહાની કહે છે, જેના પર સીએમ સાવંત ભડકી ગયા, તેમણે કહ્યુ કે આ મુદ્દો મારા નોટિસમાં આવ્યો છે, એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઑફ ગોવા હવે ફિલ્મોનો રિવ્યુ કરશે.

શું ગોવા માત્ર એક ડ્રગ્ઝ સ્ટેટ છે?

શું ગોવા માત્ર એક ડ્રગ્ઝ સ્ટેટ છે?

સીએમે કહ્યુ કે જ્યારે આપણા રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સારી વ્યવસ્થા છે અને આ ઉપરાંત સારી એવી સુવિધાઓ છે તો પછી ફિલ્મોમાં આ રાજ્યને આવુ કેમ બતાવવામાં આવે છે જેમ કે આ રાજ્ય માત્ર એક ડ્રગ્ઝ સ્ટેટ હોય, ફિલ્મને જોઈને તો એવુ લાગી રહ્યુ છે કે ગોવામાં માત્ર રેવ પાર્ટી, ડ્રગ્ઝ માફિયા જ રહી ગયા છે.

હવે ફિલ્મોનો થશે રિવ્યુઃ ગોવાના સીએમ

હવે ફિલ્મોનો થશે રિવ્યુઃ ગોવાના સીએમ

તેમણે કહ્યુ કે હવે ફિલ્મોનો આખો રિવ્યુ કર્યા બાદ જ ફિલ્મના શૂટિંગની પરમિશન અહીં આપવામાં આવશે. આ રીતની ફિલ્મો રાજ્યની છબીને નુકશાન પહોંચાડે છે કે જે કોઈ પણ રીતે સારી વાત નથી. તમને જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘મલંગ' ને ગુરુવારે લગભગ 3 કરોડનુ કલેક્શન કર્યુ છે, મોહિત સૂરી નિર્દેશિત મલંગને સમીક્ષકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. આદિત્ય અને દિશા ઉપરાંત અનિલ કપૂર અને કુણાલ ખેમુ મહત્વની ભૂમિકાઓમાં છે. આદિત્ય અને દિશાએ પહેલી વાર પડદા પર સાથે કામ કર્યુ છે, મોહિત આ પહેલા આદિત્ય સાથે આશિકી 2 જેવી મોટી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ભજનપુરા હત્યાકાંડમાં આરોપીએ કર્યા મોટા ખુલાસા, આખા પરિવારને કેવી રીતે રહેંસી નાખ્યોઆ પણ વાંચોઃ ભજનપુરા હત્યાકાંડમાં આરોપીએ કર્યા મોટા ખુલાસા, આખા પરિવારને કેવી રીતે રહેંસી નાખ્યો

English summary
It was unfair for to portray the state as a destination for drugs in malang, said Chief Minister Pramod Sawant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X