અક્ષય કુમારે દેખાડી અસિનની બાળકીની પહેલી ઝલક

Written By:
Subscribe to Oneindia News

એક્ટ્રેસ અસિન થોટ્ટુમલ અને તેના પતિ રાહુલ શર્માને ત્યાં તહેવાર બાદ બાળકના આગમનની ઉજવણી થઇ રહી છે. જી હા, અસિને એક બાળકીને જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી ફિલ્મોમાંથી ગાયબ એવી અસિને પ્રેગનન્સીની વાત જાહેર નહોતી થવા દીધી. જો કે, બાળકીના જન્મ બાદ અસિન તથા રાહુલ શર્માએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ સાથે આ વાત લોકોને જણાવી હતી. પોતાના સ્ટેટમેન્ટમાં અસિન અને રાહુલે કહ્યું કે, અમારે ત્યાં એક નાનકડી બાળકીના આગમન અંગે તમને જણાવતાં અમને ખૂબ ખુશી થાય છે. છેલ્લા 9 મહિનાઓ અમારે માટે ખૂબ સ્પેશિયલ અને એક્સાઇટિંગ રહ્યાં છે. અમે અમારા વેલવિશર્સ અને એ તમામ લોકો જેઓ અમારી આ જર્નીમાં સહભાગી થયા છે, એમનો ખૂબ આભાર માનીએ છીએ.

asin

અક્ષય કુમારે દેખાડી બાળકીની પહેલી ઝલક

અક્ષય કુમાર આ કપલના ખૂબ સારા મિત્ર છે અને તેમણે જ સોશિયલ મીડિયા પર આ બાળકીની પહેલી ઝલક બતાવી હતી. અસિને ગત વર્ષે જાન્યુઆરીમાં માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમણે ક્રિશ્ચન અને હિંદુ એમ બંને રીત-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. ક્રિશ્ચન વેડિંગમાં અક્ષય કુમાર રાહુલના બેસ્ટમેન બન્યા હતા. અક્ષય કુમાર અને અસિન ફિલ્મ 'ખેલાડી 786'માં સાથે કામ કરી ચૂક્યાં છે અને તેમણે જ અસિનની ઓળખાણ રાહુલ સાથે કરાવી હતી. આ અંગે જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, હા મેં એ બંનેની ઓળખાણ કરાવી હતી, પરંતુ મેં કોઇ મેચ મેકિંગ કંપની નથી ખોલી.

akshay kumar
English summary
its a baby girl for asin and rahul sharma. Read More Here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.