સલમાન પર નજર રાખવા તેની રોમાનિયન ગર્લફ્રેન્ડ જશે વિદેશ

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાનની લવ લાઇફ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. છેલ્લા ઘણા સમયથી ઇયુલિયા વેન્તુર અને સલમાન ખાન એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાતો આવી રહી છે, જો કે આ બંન્નેએ ક્યારેય પોતાની રિલેશનશિપ સ્વીકારી નથી. ઇયુલિયા સલમાનને માત્ર પોતાનો સારો મિત્ર કહે છે.

કેટ અને સલમાનની નિકટતા

કેટ અને સલમાનની નિકટતા

બીજી બાજુ, કેટરિના અને સલમાનની મિત્રતા દિવસે ને દિવસે વધુ ગાઢ થઇ રહી છે. સલમાન અને કેટ હાલ અબુ ધાબીમાં ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે'નું શૂટિંગ કરી રહ્યાં છે. આ બંન્નેની વધતી નિકટતાથી ચિંતામાં મુકાયેલી ઇયુલિયા પણ જલ્દી જ અબુ ધાબી પહોંચનાર છે.

70 ટકા શૂટિંગ પૂર્ણ

70 ટકા શૂટિંગ પૂર્ણ

ડેક્કન ક્રોનિકલના અહેવાલો અનુસાર, 'ટાઇગર ઝિંદા હે' સાથે જોડાયેલ એક સૂત્રનું કહેવું છે કે, આ ફિલ્મનું 70 ટકા શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને સપ્ટેમ્બરના પહેલા વિક સુધીમાં શૂટિંગ આટોપાઇ જશે.

કોઇ કડવાશ નહીં

કોઇ કડવાશ નહીં

સવાલ એ છે કે, શૂટિંગ પૂર્ણ થવાને આટલો ઓછો સમય હોવા છતાં ઇયુલિયા અબુ ધાબી કેમ જઇ રહી છે? જો કે, એવું પણ કહેવાઇ રહ્યું છે કે, કેટરિના અને ઇયુલિયા બંન્નેને સલમાનની લાઇફમાં પોતાની જગ્યા ખબર છે અને આથી જ તેમની વચ્ચે કોઇ કડવાશ નથી.

સલમાનની સલાહ

સલમાનની સલાહ

સૂત્ર અનુસાર, સલમાન અને કેટરિના વચ્ચે પહેલા કરતાં ઘણી અંડરસ્ટેન્ડિગ છે. શૂટિંગ દરમિયાન શોટ્સ વચ્ચે તેઓ ઘણીવાર વાતોએ વળગી જાય છે. પહેલાં કેટરિના સલમાનની સલાહો પર ખાસ ધ્યાન નહોતી આપતી, પરંતુ હવે જ્યારે પણ સલમાન તેને સલાહ આપે ત્યારે તે ખૂબ ધ્યાનથી સાંભળે છે.

ટાઇગર ઝિંદા હે

ટાઇગર ઝિંદા હે

સલમાન અને કટરિનાની સુપરહિટ ફિલ્મ 'એક થા ટાઇગર'ની સિક્વલ છે 'ટાઇગર ઝિંદા હે'. જો કે, આ વખતે અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે અને ફિલ્મ મેકર્સનો દાવો છે કે, લોકો પરેશને પહેલીવાર આવા અવતારમાં જોશે. ફિલ્મ 22 ડિસેમ્બરના રોલ રિલીઝ થશે.

English summary
If reports are to be believed then Iulia Vantur will be joining rumoured BF Salman Khan and Katrina Kaif on the sets of Tiger Zinda Hai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.