જબ તક હૈ જાનમાં શાહરુખનો ડબલ રોલ!

મુંબઈ, 13 ઑક્ટોબર : બૉલીવુડમાં રોમાંસના બાદશાહ ખાન પોતાની દરેક પ્રણય કથામાં એક નવો ટ્વિસ્ટ લાવે છે. ક્યારેક કૅંસર જેવી પ્રાણઘાતક બીમારી સામે સંઘર્ષ કરતાં શાહરુખ પોતાના પ્રેમને બીજા કોઈકના જીવનમાં મોકલી આપે છે, તો ક્યારેક પરીણિત હોવા છતાં કોઈના પ્રેમમાં પડી એક નવા સંબંધની શરૂઆત કરે છે. હવે દીવાળીએ રિલીઝ થનાર જબ તક હૈ જાન ફિલ્મ અંગે પણ અટકળો લગાવાઈ રહી છે કે આ ફિલ્મમાં પણ શાહરુખની પ્રણય કથા કઈંક નવા સ્વરૂપે જ જોવા મળશે.

Shahrukh Khan

જબ તક હૈ જાનના ફર્સ્ટ લુકમાં શાહરુખને આર્મી ઑફિસર તરીકે દર્શાવાયા અને તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મના છલ્લા ગીતમાં શાહરુખને ગિટાર પકડી ગીત ગાતા દર્શાવાયાં. સાથે જ શાહરુખ પસાર થતાં લોકો પાસેથી પૈસા લેતા પણ દેખાયાં. હવે આર્મી ઑફિસર રોડ ઉપર ગિટાર કેમ વાડી રહ્યો છે અથવા રોડ ઉર ગિટાર બજાવનાર વ્યક્તિ આર્મી ઑફિસર કેવી રીતે બની ગઈ. આ વાત તમામને કઈંક વિચિત્ર લાગે છે.

કહેવાય તો એમ પણ છે કે શાહરુખે ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કૅટરીના કૈફ જેવી બે સુંદર હીરોઇનો સાથે પણ શાહરુખ રોમાંસ કરતાં દેખાય છે. હવે બંને હસીનાઓ સાથે પ્રણયફાગ કરતાં દર્શાવાયેલ શાહરુખ એક જ છે કે અલગ-અલગ તે જાણવા સૌ આતુર છે.

હાલ તો યશ ચોપરાની આ છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન પાસે બધાને એ જ આશા છે કે તે કઈંક ખાસ હશે. શાહરુખની આ પ્રણય કથામાં કઈંક તો નવું હશે. તેથી ફિ્લ્મમાં દરેક ગીત અને નવા પ્રોમોને જોઈને નવી-નવી અટકળો વહેતી થઈ છે. હકીકત તો 13મી નવેમ્બરે ફિલ્મ રિલીઝ થયાં પછી જ સામે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X