કેટરીના કૈફની ડેબ્યુ ફિલ્મ 'ધૂમના કારણે દેવામાં ડૂબી ગયા હતા જેકી શ્રોફ, ઘર પણ વેચવુ પડ્યુ, 19 વર્ષ પછી ખુલાસો

હાલમાં જ અભિનેતા જેકી શ્રોફે દેવામાં ડૂબવા અને દેવાળિયા થઈ જવાની સ્થિતિ વિશે ચર્ચા કરી.

હાલમાં જ અભિનેતા જેકી શ્રોફે દેવામાં ડૂબવા અને દેવાળિયા થઈ જવાની સ્થિતિ વિશે ચર્ચા કરી. અભિનેતાએ 'બૂમ' ફિલ્મના ફ્લૉપ થઈ ગયા પછી શું સ્થિતિ થઈ ગઈ હતી તેના પર જવાબ આપ્યા. બૂમ ફિલ્મ 19 વર્ષ પહેલા આવી હતી જેમાં કેટરીના કૈફે બૉલિવુડ ઈનિંગની શરૂઆત કરી હતી પરંતુ બૂમ ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ થવાના કારણે જેકી શ્રોફે પોતાનુ ઘર પણ વેચવુ પડ્યુ હતુ. વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ બૂમમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પદ્મા લક્ષ્મી, મધુ સપ્રે, જીનત અમાન અને કેટરીના કૈફ જેવા તમામ સ્ટાર્સ જોવા મળ્યા. આ ફિલ્મને જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે પ્રોડ્યુસ કરી હતી.

પરિવારની બદનામી ન થાય તે માટે મે બધુ કર્યુ

પરિવારની બદનામી ન થાય તે માટે મે બધુ કર્યુ

જેકી શ્રોફે કહ્યુ, હું જાણુ છુ કે અમે ખૂબ મહેનત કરી તેમછતાં અમે ઘણુ બધુ ગુમાવ્યુ. હું જે કરી શકતો હતો એ બધુ મે કર્યુ. મે એ દેવાના બધા પૈસા પણ ચૂકવી દીધા જેથી પરિવારની બદનામી ના થાય. આ બધા નુકશાનને મે ક્યારેય પરિવાર પર પડવા નથી દીધુ. જેકી શ્રોફે કહ્યુ કે વ્યવસાયમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે. જરૂરી નથી કે તમને હંમેશા સફળતા મળે પરંતુ તમારે એ ધ્યાન રાખવુ જોઈએ કે પવિત્રતા અને નૈતિકતા કેવી રીતે જાળવી રાખવી.

બાળકો પર નથી પડવા દીધી અસર

બાળકો પર નથી પડવા દીધી અસર

જેકી શ્રોફે કહ્યુ કે તેણે આ દેવાની અસર આયશા, ટાઈગર અને કૃષ્ણા પર ક્યારેય નથી પડવા દીધી. બાળકો આ બધુ સમજવા માટે ઘણા નાના હતા.

દીકરાનુ પિતાને વચન

દીકરાનુ પિતાને વચન

દીકરા ટાઈગરે પિતા જેકીને વચન પણ આપ્યુ હતુ કે તે વેચેલુ ઘર પાછુ લઈને આવશે. આના પર જેકીએ કહ્યુ કે મારા બંને બાળકો ઘણા સમજદાર અને ટેલેન્ટેડ છે.

જે ગયુ એ ગયુ

જે ગયુ એ ગયુ

જેકી શ્રોફે જણાવ્યુ કે તેની પત્ની આયેશાએ તો એ પણ કહી દીધુ હતુ કે તણાવ લેવાની જરૂર નથી. જે ગયુ એ ગયુ. પરંતુ મારા બાળકોના વિચારો ઘણા સારા છે.

જ્યારે ઘરનો સામાન વેચાઈ ગયો હતો

જ્યારે ઘરનો સામાન વેચાઈ ગયો હતો

ટાઈગર શ્રોફે પણ બૂમની નિષ્ફળતા બાદ થયેલા દેવા વિશે એક વાર ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે અમારી હાલત એટલી તંગ થઈ હતી કે ઘરનો સામાન પણ વેચાઈ ગયો હતો. ટાઈગરે કહ્યુ હતુ કે જે સામાનને જોઈને અમે મોટા થયા હતા એ બધુ વેચાઈ ગયુ હતુ. જે બેડ પર હું સૂતો હતો તે પણ વેચાઈ ગયો હતો અને મારે જમીન પર સૂવુ પડતુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X