કોર્ટમાં હાજર થઇ જેકલીન.... વકીલો જેવા કપડા પહેરી છુપાઇને બહાર નિકળી જેકલીન ફર્નાન્ડિઝ

સુકેશ ચંદ્રશેખર કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી જેકલીન ફર્નાન્ડિસ ક્યારેક પોલીસ સ્ટેશન તો ક્યારેક કોર્ટના ચક્કર લગાવી રહી છે. સોમવારે કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા ત્યારે તેને આ કેસમાં મોટી રાહત મળી છે. જેકલીન ફર્નાન્ડીઝ

સુકેશ ચંદ્રશેખર કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી જેકલીન ફર્નાન્ડિસ ક્યારેક પોલીસ સ્ટેશન તો ક્યારેક કોર્ટના ચક્કર લગાવી રહી છે. સોમવારે કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા ત્યારે તેને આ કેસમાં મોટી રાહત મળી છે. જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા કોર્ટમાં હાજર થઈ હતી. અભિનેત્રીને કોર્ટ દ્વારા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે બાદ તેના વકીલોએ અરજી દાખલ કરી હતી. જેકલીનને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. હવે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Jacquiline Fernandez

આ દરમિયાન જેકલીન વકીલો જેવા કપડાં પહેર્યા હતા. તેમજ તેના ચહેરા પર માસ્ક પહેરલુ હતું. વકીલો જેવા પહેરવેશને કારણે તે એકવાર તેને કોઇ ઓળખી શક્યું નહીં. જેકલીન કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ ઝડપથી આગળ વધતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે તેના ડ્રેસ અપ પર પણ ધ્યાન આપ્યું છે. એક યુઝરે લખ્યું, 'આખરે સફેદ ડ્રેસ, આ વખતે તારી ટેકનિક સારી છે.' એક યુઝરે કહ્યું, 'સફેદ એટલે પ્યોર એટલે નિર્દોષ LOL.' બધા લોકોમાં માત્ર જેકલીન જ માસ્ક પહેરી રહી હતી. તેના પર એક યુઝરે કહ્યું, 'કોરોના હૈ ક્યા?'

તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટે કોર્ટે જેકલીન ફર્નાન્ડિસને હાજર થવા માટે કહ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ કેસમાં જેકલીનની ઘણી વખત પૂછપરછ કરી હતી. સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં તેને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. ED અનુસાર, જેકલીન અને નોરાને સુકેશ ચંદ્રશેખર દ્વારા રોકડ અને મોંઘી ભેટ આપવામાં આવી હતી. જેક્લિને પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે સુકેશ પાસેથી ગિફ્ટ લીધી હતી. ઈડી ઉપરાંત દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ જેકલીનની પૂછપરછ કરી હતી. પિંકી ઈરાની તેમની સાથે બેઠી હતી અને સવાલ-જવાબ થયા હતા જ્યાં બંનેએ એકબીજા પર જુઠ્ઠાણાનો આરોપ લગાવ્યો હતો. પિંકી ઈરાની સુકેશ સાથે અભિનેત્રીઓનો પરિચય કરાવતી હતી. જોકે, જેકલીનને હાલ રાહત મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X