Pics : કિકમાં નથી સલમાન-જૅકલીનના અંતરંગ દૃશ્યો

મુંબઈ, 14 જૂન : સલમાન ખાન અંગે સમાચાર મળે છે કે તેમણે કિક ફિલ્મમાં અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ સાથે ઇંટીમેટ સીન્સ કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ જૅકલીનનું કહેવું છે કે તેમને આવા કોઈ દૃશ્ય અંગે કોઈ માહિતી નથી.

જૅકલીન ફર્નાન્ડીઝ ગુરુવારે ડૉ. દિનયારના પુસ્તક બ્યૂટી અનલીશ્ડના વિમોચન પ્રસંગે સમ્બોધી રહ્યા હતાં. લાંબાગાળેથી સસ્પેંસ હતું કે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કિકમાં અભિનેતા સલમાન ખાનની હીરોઇન કોણ હશે? પણ તાજેતરમાં જસસ્પેંસ ત્યારે ખતમ થઈ ગયો છે કે જ્યારે જાહેર કરવામાં આવ્યું કે કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝને.

જૅકલીને જણાવ્યું - મને નથી ખબર કે સલમાનના ઇનકારના સમાચારો ક્યાંથી આવ્યાં. આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હતું જ નહિ. મને નથી ખબર કે આ કોણે જોયું?

દરમિયાન એવી ચર્ચાઓ છે કે સલમાન ખાને કિક ફિલ્મના દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા પાસે આ દૃશ્ય હટાવવાની અથવા તેની ઉપર પુનઃ કામ કરવાની માંગણી કરી છે. સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ પહેલી વાર કિક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આ બંને ઉપરાંત ફિલ્મમાં રણદીપ હુડા પણ છે.

ધન્યતા અનુભવતાં જૅકલીન

ધન્યતા અનુભવતાં જૅકલીન

મિસ શ્રીલંકા રહી ચુકેલાં જૅકલીન ફર્નાન્ડીઝ આ બાબત અંગે ઊપરવાળાનો આભાર વ્યક્ત કરે છે કે તેમને સલમાન સાથે કામ કરવાની તક મળી છે.

રણદીપ પણ છે કિકમાં

રણદીપ પણ છે કિકમાં

કિક ફિલ્મમાં સલમાન-જૅકલીન ઉપરાંત સુનીલ શેટ્ટી, રણદીપ હુડા અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

સલમાનના વ્હાલા બન્યાં

સલમાનના વ્હાલા બન્યાં

કહે છે કે સલમાન આજકાલ જૅકલીનના ખૂબ હિતૈષી બનેલાં છે, કારણ કે જૅકલીન અને સાજિદ ખાન વચ્ચે બ્રેક-અપ થયું છે. એવામાં લાગે છે કે જૅકલીનને સંભાળવાની જવાબદારી સલમાને પોતાની ઊપર લઈ લીધી છે. તેથી જ તો તેમણે કિક માટે પોતાની અપોઝિટ જૅકલીનની પસંદગી કરી છે.

સફળતાની આશા

સફળતાની આશા

કિક ફિલ્મના નિર્માતા સલમાન ખાન છે. જૅકલીન ફર્નાન્ડીઝ અત્યાર સુધી હાઉસફુલ, મર્ડર 2, રેસ 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે, પરંતુ સફળતાથી દૂર છે. જોઇએ હવે તેમને સલમાન સાથે કામ કરવાનો શો ફાયદો મળે છે?

સલમાનનો સધિયારો

સલમાનનો સધિયારો

જૅકલીન અને સાજિદ ખાન છેલ્લા ત્રણ વરસથી ડેટિંગ કરતા હતાં, પણ અચાનક બંને વચ્ચે બ્રેક-અપ થયાના સમાચાર છે. કહે છે કે દુઃખી જૅકલીનની જવાબદારી સલમાને ઉપાડી લીધી છે. તેથી જ તો કિક ફિલ્મમાં સલમાને તેમને લીધાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X